Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 24,485 કેસ નોંધાયા, અમદાવાદમાં 9837 કેસ, 13 ના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  આજે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 24,485  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 9837 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 13 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-7, સુરત-2 જામનગર-1, ગાંધીનગર-1, રાજકોટ-1, ખેડા-1, નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 2,47,111  લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,58,29,203 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 88.51 ટકા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગઈકાલે બુધવારે રાજ્યમાં કોરોનાના 20966  કેસ નોંધાયા હતા. આજે ગુરૂવારે 24,485  કેસ નોંધાતા 3,519 કેસનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે બુધવારે 8391 કેસ નોંધાયા હતા. જ્યારે આજે ગુરૂવારે 9837 કેસ નોંધાતા 1446 કેસનો વધારો થયો છે.  રાજ્યમાં આજે 10,310 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 104888 છે. જેમાં વેન્ટીલેટર પર 156 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 104732 છે,

ગુજરાતમાં કોરોનાના આજે 24485  કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 9837 કેસ, સુરત શહેરમાં 2981 કેસ, વડોદરા શહેરમાં 2823  કેસ, આણંદમાં 558  કેસ, કચ્છમાં 346 કેસ, રાજકોટ શહેરમાં 1333 કેસ, ખેડામાં 112, કેસ  ભરૂચમાં 408  કેસ, અમદાવાદ જિલ્લામાં 120 કેસ, ગાંધીનગર શહેરમાં 509  કેસ, અને જિલ્લામાં 58, રાજકોટ જિલ્લામાં 188 કેસ, ભાવનગર શહેરમાં 529 કેસ અને જિલ્લામાં 58 કેસ, જામનગર શહેરમાં 471 કેસ, તેમજ સાબરકાંઠામાં 111 અને બનાસકાંઠામાં 174 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે  13ના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-7, સુરત-2 જામનગર-1, ગાંધીનગર-1, રાજકોટ-1, ખેડા-1, નો સમાવેશ થાય છે.