અમદાવાદઃ દેશમાં પ્રદૂષણ ઓકતા વાહનો સામે સ્ક્રેપ પોલીસીનો અમલ આગામી તા. 1લી એપ્રિલથી થઈ રહ્યો છે. જેમાં 15 વર્ષ કે તેથી જુના વાહનોનું ફિટનેસ સર્ટી લેવું ફરજિયાત રહેશે. ફીટનેસ ટેસ્ટમાં પાસ ન થનારા વાહનોને ફરજિયાત સ્ક્રેપમાં મોકલવા પડશે. 1લી એપ્રિલથી ગુજરાતનાં 15 વર્ષ જુના 27 લાખ વાહનો માટે ફીટનેસ ટેસ્ટ ફરજીયાત થશે અને બે વખત ફીટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જવાનાં સંજોગોમાં ભંગારમાં નાખવા પડશે. ગુજરાત સરકારની માલીકીનાં 5000 જુના વાહનો સીધા ભંગારમાં જશે. સરકારી વાહનોને ફીટનેસ ટેસ્ટ કરાવવાને બદલે સીધા ભંગારમાં જ નાખવાની જોગવાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પણ 1લી એપ્રિલથી જુના વાહનો માટે સ્ક્રેપ પોલિસી અમલી બની જશે. જેમાં 15 વર્ષ કે તેથી જુના વાહનોનું ફિટનેસ સર્ટી લેવું ફરજિયાત રહેશે. ફીટનેસ ટેસ્ટમાં પાસ ન થનારા વાહનોને ફરજિયાત સ્ક્રેપમાં મોકલવા પડશે. જુન 2024 ની તમામ વ્યાપારી વાહનો માટે ફીટનેસ ટેસ્ટ ફરજીયાત બનશે. આ સમયગાળા દરમ્યાન 100 ટેસ્ટીંગ કેન્દ્રોનું નિર્માણ થાય તો 15 વર્ષ જુના તમામ વાહનો માટે તે લાગુ કરી દેવામાં આવશે. 15 વર્ષે વાહનોની રજીસ્ટ્રેશન સાયકલ પૂર્ણ થતી હોય છે. એટલે તેની સાથે જ ટુ-વ્હીલર માટે પણ ફીટનેસ ટેસ્ટ જરૂરી બનાવાશે. એપ્રિલ 2024 સુધીમાં ગુજરાતમાં 4 કરોડ ભારે-મહતમ વ્યાપારી વાહનો રોડ પર દોડતા હશે.તેમાથી 2.50 કરોડ વાહનો ગુજરાતમાં નોંધાયેલા હશે અને તે પૈકીનાં 1.15 કરોડના વાહનો 15 વર્ષ જુના હશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રદુષણને ચકાસવા માટે અને રસ્તાઓ પર ભીડભાડ ઓછી કરવાના હેતુથી 1 એપ્રિલથી 15 વર્ષ જૂના લગભગ 20 લાખ ભારે કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત સ્વચાલિત ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. જો એ બે વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સ્ક્રેપ કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2021માં વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આ સિવાય લગભગ 5000 રાજ્ય સરકારના વાહનો કે જેઓ 15 વર્ષથી જૂના છે, તેઓ ટેસ્ટમાંથી પસાર થયા વિના જ સીધા સ્ક્રેપિંગ એકમોમાં જશે. આવતા વર્ષે જૂનથી ભારે અને મધ્યમ વાહનો સહિત તમામ કોમર્શિયલ વાહનોએ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો રાજ્ય ત્યાં સુધીમાં 100 ટેસ્ટ સ્ટેશન સ્થાપિત કરે છે તો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ એ તમામ વાહનો માટે વધારવામાં આવી શકે છે. રાજ્યમાં રજીસ્ટર થયેલાં 2.50 કરોડ વાહનોમાંથી 2021-22ની સામાજિક-આર્થિક સમીક્ષા મુજબ 1.1 કરોડ વાહનો 15 વર્ષ જૂના છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં ખાનગી વાાહનોનો હિસ્સો 43 ટકા છે. નવી નીતિ મુજબ, ભારે પરિવહન વાહનોને કમ્પ્યુટરાઈઝ્ડ ઓટોમેટેડ ટેસ્ટમાંથી પસાર થયા બાદ પ્રમાણિત કરવામાં આવશે અને તેમના રિપોર્ટ કાર્ડ કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના પરિવહન સેવાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. (file photo)