અમદાવાદઃ ગુજરાતમાં વર્ષોથી દારૂબંધીનો અમલ કરવામાં આવે છે. તેમજ દારૂની ફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે છે. જો કે, ગુજરાતમાં 4.3 ટકા લોકો નિયમિત દારૂનું સેવન કરતા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેની સરખાણીમાં દારૂની છુટી છે તેવા રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગુજરાત કરતા ઓછા લોકો દારૂનું નિયમિત સેવન કરતા હોવાનું સામે આવ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યસભામાં તાજેતરમાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દેશના વિવિધ રાજ્યોમાં પીવાતા દારૂની વિગતોનો આંકડા રજૂ કરવામાં આવ્યાં હતા. આ ડેટા એઇમ્સ દ્વારા 2019 માં નેશનલ ડ્રગ યુઝ સર્વેમાં એકઠો કરવામાં આવ્યો હતો. આ ડેટા અનુસાર ગુજરાતમાં 4.3 ટકા લોકો નિયમિત રીતે દારૂનું સેવન કરતા હોવાનું સામે આવ્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે રાજસ્થાનમાં 2.3 ટકા લોકો, બિહારમાં એક ટકા લોકો અને જમ્મુ-કાશ્મીરમાં 4 ટકા લોકો નિયમિત દારૂનું સેવન કરે છે. દારૂનું વ્યસન ધરાવે છે.
આ ઉપરાંત ગુજરાતમાં 8 ટકા લોકો દારૂ અને ડ્રગ્સના બંધામી છે. જો કે, સર્વેમાં તમાકુનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. અફીણ અને તેની બનાવટોના બંધારણી 1.46 ટકા, ગાંજા-ચરસના બંધાણી 0.8 ટકા તથા ઉંઘની ગોળીઓના બંધારણી 0.8 ટકા લોકો છે.
ગુજરાતમાં વર્ષોથી દારૂબંધીનો અમલ કરવામાં આવે છે. જો કે, આરોગ્યને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલના તબીબના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને દારૂની પરમિટ આપવામાં આવે છે.
(Photo-File)