Site icon Revoi.in

ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામનારા 51 ટકા લોકોને કોઈ બીમારી ન હતી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગત 19મી માર્ચ 2020ના રોજ કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. એક વર્ષના સમયગાળામાં રાજ્યમાં કોરોનાના લગભગ 2.81 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. જે પૈકી 2.71 લાખ લોકો કોરોનાને મહાત આપીને સાજા થયાં છે. એક વર્ષના સમયગાળામાં કોરોના મહામારીમાં 4433 વ્યક્તિઓના મોત થયાં છે. ચોંકાવનારી બાબત એ છે કે, મૃતકો પૈકી 51 ટકા લોકોને કોઈ જ બીમારી નહીં હોવાનું સામે આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ડાયાબીટીસ, મેદસ્વીતા અને હ્રદય રોગ જેવી ગંભીર બીમારીથી પીડિતા લોકો અને બાળકોને કોરોના સંક્રમણનું જોખમ વધારે હોવાનું મનાય છે. જો કે, રાજ્યમાં કોરોનામાં મૃત્યુ પામેલા 4433 પૈકી 51 ટકા લોકોને કોઈ જ બીમારી ન હતી. 23 ટકા લોકો તંદુરસ્ત હતા. જ્યારે 49 ટકા લોકો એક કરતા વધારે બીમારીથી પીડિતા હતા. કોરોનાથી મૃત્યુ પામાનારાઓમાં 53 ટકા લોકો 50 વર્ષથી વધુની ઉંમરના હતા.કોરોના કાળના પ્રારંભીક અને પછીના સમયની સરખામણી કરવામાં આવે તો મૃત્યુ આંકમાં ઘણો ઘટાડો છે પરંતુ અન્ય કોઈ બિમારી નહી ધરાવતા સંક્રમિતોનો મૃત્યુદર 10 ટકાથી વધીને 28 ટકા થયો છે. જો કે, રાહતની વાત એ છે કે, ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો દર ખુબ ઓછો છે. બીજી તરફ રિવકરી રેટ વધારે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ કોવિડ બેટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેમજ ટેસ્ટીંગ પણ વધારવામાં આવ્યું છે. તેમજ સંક્રમણ વધારે ન ફેલાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.