દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનો વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. જેથી મોટાભાગના રાજ્યોમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે 26 ટકા બાળકો અંગ્રેજી અને 42 ટકા બાળકો હિન્દી મીડીયમમાં અભ્યાસ કરી રહ્યા છે. જો કે, ગુજરાતમા આશરે 82.2 ટકા બાળકો ગુજરાતી ભાષામાં શિક્ષણ મેળવી રહ્યા છે. જયારે 14.5 ટકા બાળકો ઈગ્લીશ મીડીયમ શાળામાં અભ્યાસ કરે છે.
ઉતર પ્રદેશ, બિહાર,ઓરીસ્સા, રાજસ્થાન, ઝારખંડ, અને છતીસગઢમાં સ્થાનિક ભાષાની સરખામણીએ અંગ્રેજી માધ્યમનું પ્રમાણ ક્રમશ: 11.8 ટકા, 10 ટકા, 9.5 ટકા, 15.8 ટકા, અને 14.6 ટકા છે. આ રાજ્યોમાં સૌથી વધારે હિન્દી અને પ્રાદેશિક ભાષામાં અભ્યાસ કરે છે. જમ્મુ અને કાશ્મીરમાં તો 100 ટકા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવતા બાળકો છે.
ગુજરાતમાં હવે ધીમે ધીમે અંગ્રેજીનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે.ગુજરાતી માધ્યમમાં શિક્ષણનાં સ્થાને વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખે છે. તેમનુ માનવુ છે કે ઉચ્ચ અભ્યાસમાં અંગ્રેજીને વિશાળ રીતે માન્યતા પ્રાપ્ત હોવાથી બાળકને નાનપણથી જ અંગ્રેજી માધ્યમમાં શિક્ષા મળે તે તે આગળ જતા વધુ કામ લાગે છે આ વિચારને પગલે રાજયમા ગુજરાતી માધ્યમની તુલનાએ છેલ્લા અમુક વર્ષોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે જોકે તેમ છતાંય હજુ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ વચ્ચે મોટો ગાળો જોવા મળી રહ્યો છે જે દર્શાવે છે કે રાજયમાં માતૃભાષામં શિક્ષણને અપનાવતા માતા પિતાની સંખ્યા ખુબ મોટી છે.