ગુજરાતમાં અપ્રમાણસરની મિલકત મુદ્દે બે વર્ષમાં 60 અધિકારીઓ સામે ફરિયાદ
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એસીબીએ સરકારી અધિકારીઓ સામે અપ્રમાણસરની મિલકત મામલે તપાસ કરીને 60 જેટલા ગુના નોંધવામાં આવ્યાં છે. એસીબીએ બે વર્ષના સમયગાળામાં રૂ. 112 કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત શોધી કાઢવામાં આવી છે.
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ભ્રષ્ટાચારને નાથવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. એસીબી દ્વારા લાંચિયા અધિયારીઓને ઝડપી લેવા માટે અવાર-નવાર ટ્રેપ ગોઠવવામાં આવે છે. દરમિયાન ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના ઉત્તરમાં સરકારે જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓની અપ્રમાણસરની મિલકતના કેસ શોધી કાઢવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં અપ્રમાણસરની મિલકત બાબતે 60 કેસ કરવામાં આવ્યાં છે. તેમજ આ કેસોની હાલ તપાસ કરવામાં આવી રહી છે.