ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. કોરોનાના ત્રીજા વેવનો પણ સફળતાથી લોકોએ સામનો કર્યો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ લોકોએ કોરોનાની વેક્સિન લીધી હોવાથી મૃત્યુનો આંક ઘટાડી શકાયો હતો. અને વધુ લોકો કોરોના સંક્રમિત બન્યા નહતા સરકારે કિશોરોથી લઈને યુવાનોને કોરોના લેક્સિન આપવાનો નિર્ણય લીધા બાદ હવે રાજ્યમાં 6 વર્ષથી 12 વર્ષના બાળકોને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એે ભારત બાયોટેકની કોવેકિસનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેકસીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. સમાચાર એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે કોવેકસીનને મંજૂરી આપી છે. કોવેકસીનને હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મળ્યા બાદ ગુજરાતમાં પણ 6થી 12 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 12,13 અને 14 વર્ષની ઉંમરના બાળકો માટે 16 માર્ચથી કોવેકસીન આપવાનું શરૂ થયું હતું. જે બાળકોનો જન્મ 2008, 2009, અને 2010 માં થયો છે. તે તમામ વેકસીન લગાવી શકે છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ) ની સબ્જેકટ એકસપર્ટ કમિટીએ ગત અઠવાડિયે વેકસીનને પણ ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી હતી. આ ભલામણ 5 થી 11 વર્ષના બાળકો માટે કરવામાં આવી હતી. હૈદ્રાબાદ સ્થિત ફર્મ બાયોલોજિકલ–ઇ તરફથી તૈયાર કરવામાં આવેલી કોર્બેવેકસ કોરોના વિરૂદ્ધ દેશની પ્રથમ સ્વદેશી વિકસિત પ્રોટીન સબ યૂનિટ વેકસિન છે. (file photo)