- ઓક્સિન ઉત્પાદકોએ 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્રે કરવાનું રહેશે
- આઠ શહેરોમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યની જનતાને સરળતાથી ઓછી કિંમતમાં માસ્ક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે માત્ર એક રૂપિયામાં નાગરિકોને ટ્રીપલ લેયર માસ્ક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીઓની યોગ્ય સારવારને લઈને પણ સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યાં છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓક્સિજન ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્ર માટે અમદાવાદ સહિત આઠ શહેરોમાં 500-500 બેડના કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે. પ્રાયવેટ નર્સિંગ હોમ-કલીનીકસ ICU કે વેન્ટીલેટર સુવિધા સિવાય ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે. તેમજ કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ રૂ. બે હજાર અને કોવિડ કેર સેન્ટર માટે દૈનિક મહત્તમ 1500 ચાર્જ લઇ શકાશે.
અમદાવાદની સિવીલ હોસ્પિટલ સોલા, એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને નગરી તથા એલ.જી. રેમડીસીવીર ઇન્જેકશન ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત પ્રજાને સરળતાથી ઓછી કિંમતમાં માસ્ક મળી રહે તે માટે એપીએમસી અને અમૂલ પાર્લર ઉપર માત્ર એક રૂપિયામાં ટ્રીપલ લેયર માસ્કનું વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.