Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસમાં હવે 10મી ઓક્ટોબર સુધીમાં ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરાશે,

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણીબધી બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે પણ કેટલીક બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કરાવાની જાહેરાત કરી હતી. પરંતુ રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત ચૂંટણીના કોંગ્રેસના નિરિક્ષક એવા અશોક ગેહલોત અને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા રાજસ્થાનના રાજકારણમાં વ્યસ્થ બનતા ગુજરાત કોંગ્રેસના પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી જાહેર કરાવનું કામ ખોરંભે પડ્યું છે. હવે આગામી 10મી ઓક્ટોબર સુધીમાં હાલ કોંગ્રેસના જે વર્તમાન ધારાસભ્યો છે. તેમને પુનઃ ટિકિટ આપવાની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી વહેલી જાહેર કરી દેવાની કોંગ્રેસની ફોર્મ્યુલા સફળ થઇ નથી. રાજસ્થાનના ધમાસણ અને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના કારણે સમગ્ર પ્રક્રિયા અટવાઇ ગઇ છે. હવે 10 ઓકટોબર આસપાસ પ્રથમ લિસ્ટ જાહેર થવાના સંકેત છે. ચૂંટણીના મુખ્ય નિરીક્ષણ અશોક ગોહેલોટ અને પ્રભારી ડો.રઘુ શર્મા અઠવાડિયાથી લોકલ રાજકારણમાં વ્યસ્ત બની ગયા હતા. ચૂંટણી સમિતિની નિર્ધારીત બેઠક તેઓની ગેરહાજરીમાં શકય ન હતી અને તેને કારણે સ્ક્રીનીંગ કમીટીમાં પ્રક્રિયા ખોરંભે પડી ગઈ હતી. હવે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા સેટ થઇ ગઇ છે, હવે અશોક ગેહલોટ અને ડો. રઘુ શર્મા ગુજરાત આવે ત્યારબાદ ચૂંટણી સમિતિની મીટીંગ શકય બનશે. અને તે પછી સ્ક્રીનીંગ કમીટીમાં ઉમેદવારોના નામો કલીયર થઇ શકશે. જોકે આગામી સપ્તાહમાં ફરી બધુ વ્યવસ્થિત પાટે ચડી જવાની અને 10 ઓકટોબર સુધીમાં ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થઇ જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  કોંગ્રેસની પ્રથમ યાદી ઘોંચમાં પડતા પાર્ટીના સીટીંગ ધારાસભ્યો પણ મુંઝવણમાં મુકાયા છે. મોટા ભાગના ધારાસભ્યોના કોંગ્રેસે રીપીટ કરવાનું જાહેર કર્યું છે. છતાં સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આશંકા ઉભી જ રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોટે જ અગાઉ એવું જાહેર કર્યુ હતું કે 15મી સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે. કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત વહેલી કરવાના ટાર્ગેટ સાથે અઠવાડિયા અગાઉ જ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી અને 26થી 28 દરમ્યાન ચૂંટણી સમિતિની બેઠક પણ નિર્ધારીત કરી હતી. પરંતુ આ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આંતરિક ધમાસાણ સર્જાતા મીટીંગ થઇ શકી ન હતી. 18ર બેઠકો માટે કોંગ્રેસમાંથી 900થી વધુ નેતાઓએ ટીકીટની દાવેદારી કરી છે.