1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં રિટર્ન ન ભરવાને લીધે બંધ થઈ ગયેલા GST નંબર ફરી ચાલુ થશે

ગુજરાતમાં રિટર્ન ન ભરવાને લીધે બંધ થઈ ગયેલા GST નંબર ફરી ચાલુ થશે

0
Social Share

અમદાવાદઃ દેશમાં જીએસટીની આવક રળી આપવામાં ગુજરાત મોખરે છે. તાજેતરમાં જીએસટી વિભાગે  રિટર્ન નહીં ભરનારા કરદાતાના નંબર રદ કર્યા હતા. કોરોનાની સ્થિતિને કારણે આ કરદાતા નંબર ફરી ચાલુ કરાવવા અરજી કરી શક્યા ન હતા. કરદાતાઓને મુશ્કેલી ન પડે તે માટે છેલ્લા 180 દિવસમાં બંધ થઈ ગયેલા નંબર ફરી ચાલુ કરવા વ્યવસ્થા ગોઠવાઈ છે. શહેરમાં 42 હજાર કરદાતાના નંબર રદ થઈ ગયા હતા. તે જીએસટી નંબર ફરી ચાલુ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને કારણે 20 માર્ચ 2020 બાદ ઘણા કરદાતા રિટર્ન ફાઇલ કરી શક્યા નહોતા અને તેમના નંબર રદ થઇ ગયા હતા. જેની સામે કરદાતાઓ અરજી પણ ન કરી શકતા વેપાર ધંધાને નુકસાન પહોંચ્યું હતું. કરદાતા વેપાર ધંધા ફરી વાર શરૂ કરવા માટે જીએસટી કાયદામાં સુધારો કરીને 20 માર્ચ 2020થી 30 જૂન 2021 સુધીમાં જે કરદાતાઓના નંબર રદ થયા હોય તેઓ ઓનલાઇન જઇને પોતાનો નંબર ચાલુ કરવા માટે અરજી કરી શકશે. અરજી બાદ જયુડિશિયલ તપાસ કરીને તેમની પાસેથી બાકી રહેતા ટેક્સને વ્યાજ સાથે ભરવાની બાંયધરી લઇને ચાલુ કરી આપશે. અંદાજ મુજબ માત્ર અમદાવાદમાં 42 હજાર રજિસ્ટ્રેશન રદ કરી દેવાયા હતા. જે આ સુધારો થતા પોતાનો નંબર શરૂ કરવા માટે અરજી કરી શકશે. આમ આવા કોઇ કરદાતાના નંબર રદ થયો હોય તો તેઓએ 30 સપ્ટેમ્બર 2021 પહેલા અરજી કરી દેવાની રહેશે. આમ સરકારે ઇઝ ઓફ ડુઈંગમાં રદ થયેલા નંબર ચાલુ કરવા માટે 180 દિવસની છૂટ આપીને કોવિડ સમયમાં થયેલા નુકસાન ભરપાઇ કરવા માટે એક તક આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code