Site icon Revoi.in

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 20 તાલુકામાં પડ્યો સામાન્ય વરસાદ, ખેડુતો બન્યા ચિંતિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવા છતાંયે મેધરાજા મન મુકીને વરસતા નથી. આકાશમાં ઘટાટોપ વાદળો પણ ગોરંભાયા છે. અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફોરો પણ વધ્યો છે. અને વરસાદ તૂટી પડશે એવો માહોલ હોવા છતાયે વરસાદ પડતો નથી. આજે બુધવારે દિવસ દરમિયાન 20 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે,  ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે ,આજે 17મી જુલાઈના રોજ રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. છતાંયે આજે બુધવારે દિવસ દરમિયાન 20 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જો કે આજે સવારે 7 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ગીર સોમનાથના પાટણ વેરાવળમાં સાડા પાંચ ઈંચ, તેમ માણાવદર વીછિંયા, માંગરોળમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં અને ચેકડેમમાં પાણી ભરાયા હતા. સાબરકાંઠાના ખેડબ્રહ્મા,વડાલી,પોશીના તલોદ,પ્રાંતિજ,તલોદ અને હિંમતનગરમાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો.ખેડબ્રહ્મામાં 4 ઇંચ,વડાલી, તલોદ, પોશીનામાં પોણા-2-2 ઇંચ અને પ્રાંતિજમાં દોઢ ઇંચ વરસાદ નોધાયો હતો જયારે હિંમતનગરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.વડાલી,તલોદ,પોશીના અને પ્રાંતિજમાં રાત્રી દરમિયાન વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જોકે વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા.

ખેડબ્રહ્મામાં રાત્રીએ ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો તો રાત્રીના 12 થી સવારે 4 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.ત્યારબાદ વરસાદ બંધ થયો હતો.વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ખેડબ્રહ્માના સુરતી કંપા,સિંગલ કંપા,ગોટા,વાસણા,શ્યામનગર ,ગાડું સહિતના પંથકમાં વરસાદને લઈને ચેકડેમોમાં નવા નીર આવ્યા હતા.જયારે ખેડબ્રહ્માના નવી મેત્રાલ થી મેત્રાલ કમ્પા વચ્ચેના ગરનાળાની એક તરફની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઇ હતી.