Site icon Revoi.in

ગુજરાતમાં હવે વાહનોની જુની-નવી HSRP નંબર પ્લેટનું કામ આરટીઓ નહીં પણ ડિલર્સ કરશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આરટીઓ કચેરીઓમાં કામનું ભારણ ઘટાડવાના હેતુથી તેમજ વાહન માલિકોને પણ આરટીઓ સુધી ધક્કો ન થાય તે માટે નજીકના ઓટો ડિલર્સને વાહનો માટેની HSRP નંબર પ્લેટની જવાબદારી સોંપી છે. હવેથી ઓટો ડિલર્સ વાહનોની જુની-નવી નંબર પ્લેટ બનાવીને લગાવી આપશે.જો કે સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. એટલુ જ નહિ, નંબર પ્લેટ બદલવા માટે વાહન ડીલરો બે-બે ધક્કા ખવડાવશે. જ્યારે કે, RTO માં ઓનલાઈન અપોઈન્ટમેન્ટથી એક દિવસમાં કામ થઈ જતું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં તમામ વાહનોની જૂની-નવી HSRP નંબર પ્લેટનું કામ હવે RTO નહીં, પણ ઓટો ડીલર્સ કરશે. આરટીઓના નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે. નંબર પ્લેટ બદલવાનું કામ હવે વાહન ડીલરો કરશે. ડીલરોએ સર્વિસ ચાર્જ ઉમેરતા પ્લેટ બદલવાનો ખર્ચ વધશે. સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. એટલુ જ નહિ, નંબર પ્લેટ બદલવા માટે વાહન ડીલરો બે-બે ધક્કા ખવડાવશે. જ્યારે કે,  RTO માં ઓનલાઈન અપોઈન્ટમેન્ટથી એક દિવસમાં કામ થઈ જતું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, RTO કચેરીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટનું કામ બંધ કરવા વાહન વિભાગે આદેશ કર્યો છે. હવે વાહનની નંબર પ્લેટ ડેમેજ થઈ હોય, ફિલ્મ દૂર થઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો RTO કચેરીમાં કામ નહીં થાય. પરંતુ જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે.  આ ઉપરાંત જૂના વાહનોની નંબર પ્લેટના કામ માટે વિવિધ દર નક્કી કરાયા હતા. પરંતુ હવે વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિજ ચાર્જ ઉમેરાશે. જેથી જૂના વાહનોમાં નંબર પ્લેટની કોઈપણ કામગીરી કરાવવાનો ખર્ચ વધશે. પહેલાં RTO કચેરીમાં ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને જતાં ગ્રાહકનું કામ એક જ દિવસમાં થઈ જતું હતું. પરંતુ હવે વાહન ડીલરના શોરૂમ પર જઈને પ્રથમ પુરાવા અને ફી ભરવી પડશે. પછી બીજીવાર નંબર પ્લેટ ફીટ કરાવવા માટે ધક્કો ખાવો પડશે.  અત્યાર સુધી એક જ વાહનમાં ત્રીજી વખત નંબર પ્લેટ તૂટી જાય તો તેવા કિસ્સામાં કંપની પોલીસ ફરિયાદનો આગ્રહ રાખતી હતી. પરંતુ વાહન ડીલરો તો પ્રથમવાર નંબર પ્લેટ તૂટી જાય તો પોલીસ ફરિયાદનો આગ્રહ રાખી રહ્યા છે. પોતાની રીતે સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે.