Site icon Revoi.in

ગુજરાતમાં 2006 બાદ 30મી જુને નિવૃત થયેલા પેન્શનરો અને કર્મચારીઓને ઈજાફો અપાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારમાંથી 1લી જાન્યુઆરી 2006 બાદ દર વર્ષની 30 જૂને નિવૃત્ત થયેલા અને હવે થનારા કર્મચારીઓને એક નોશનલ ઇજાફો આપી તેમના પગારધોરણને આધિન પેન્શનની ગણતરી કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.  કેટલાક પન્શનરો અને કર્મચારીઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તેનો ચુકાદો કર્મચારીઓની તરફેણમાં આવતા રાજ્ય સરકારના નાણા વિભાગે આ નિર્ણય જાહેર કર્યો છે. આમ હવે આ કર્મચારીઓને નોશનલ ઇજાફા સાથેના પેન્શન સુધારણાનો લાભ ચાલુ વર્ષની પહેલી જુલાઈથી ગણતરી કરી મળવાપાત્ર થશે.

ગુજરાત સરકારના વર્ષ 2006 બાદ 30મી જુને નિવ઼ત થયેલા કર્મચારીઓને મળવા પાત્ર ઈજાફો મળતો ન હોવાથી અન્યાય થઈ રહ્યો હતો. અને આ અંગે રાજ્ય સરકારને અગાઉ અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. તેમજ આ અંગે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ દાદ માગવામાં આવી હતી. અને કોર્ટનો કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવતા રાજ્ય સરકારે 1લી જાન્યુઆરી 2006 બાદ દર વર્ષની 30 જૂને નિવૃત્ત થયેલા અને હવે થનારા કર્મચારીઓને એક નોશનલ ઇજાફો આપી તેમના પગારધોરણને આધિન પેન્શનની ગણતરી કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાં ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ એવા છે, જેમની ચોક્કસ જન્મ તારીખ ન હોવાથી પ્રમાણિત જન્મ તારીખ 1 જૂન લખાઈ છે. આવા કર્મચારીઓ તેમની વયનિવૃત્તિના 58 વર્ષે 30 જૂને નિવૃત્ત થાય છે. સરકારમાં પગારના નિયમો અનુસાર પગાર ધોરણનો ઇજાફો 1 જુલાઈથી ગણતરી કરીને લાગુ કરવામાં આવે છે. જોકે આવા કર્મચારીઓ ઇજાફાની ગણતરી ધ્યાનમાં લેવાના એક દિવસ પહેલાં જ નિવૃત્ત થતા હોવાથી તેમણે નોકરી કરી હોવા છતા ઇજાફો મળતો ન હતો. સરકારે જાહેર કરેલા ઠરાવ અનુસાર આવા કર્મચારીઓ પૈકી જેમણે નિવૃત્તિ સમયે ફરજ બજાવેલી જગ્યા પર જ એક વર્ષની નોકરી કરીને વયનિવૃત્તિ મેળવી હોય તેમને જ આવો ઇજાફો મળવાપાત્ર રહેશે. પંચાયત સેવા, અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓને પણ આ નિર્ણય લાગુ પડશે.