Site icon Revoi.in

ગુજરાતમાં સાત સનદી અધિકારીઓની બદલી, લોચન શહેરા AMCના કમિશનર બન્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં એકાદ મહિના અગાઉ 10 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. તેમજ તાજેતરમાં IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. દરમિયાન આજે સાત જેટલા સનદી અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનરની બદલી પણ કરવામાં આવી છે. તેમજ લોચન સહેરાની નિયુક્તિ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એએમસીના કમિશનર મુકેશ કુમારની બદલી કરીને તેમને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. આ ઉપરાંત અમદાવાદના મ્યુનિસિપલ કમિશન તરીકે લોચન સહેરાની નિયુક્તિ કરવામાં આવી છે. રાકેશ શંકરને શહેરી વિકાસ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે મુકેશ પુરીને GSFCના એમડી બનાવાયા છે. કે.સી.સંપતને સુરેન્દ્રનગરના DDO બનાવાયા છે. ડો.નવનાથ ગાવહાનેને અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિયુક્તિ કરાઇ છે. કુમારી બી.આર.દવેને ગુજરાત લાઇવલીહુડ કંપનીના MD તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આજે સાત જેટલા સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરાયાં બાદ નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી. જે બાદ સનદી અધિકારીઓની બદલીઓની અટકળો વહેતી થઈ હતી. દરમિયાન તાજેતરમાં જ સાત આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યાં હતા.