ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વિકલ્પ બનવાની ક્ષમતા પણ ખોઇ બેઠી છે: ઈન્દ્રનીલ રાજ્યગુરુ
- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી
- કોંગ્રેસ પર કોંગ્રેસના જ પૂર્વધારાસભ્યનો પ્રહાર
- કહ્યું કોંગ્રેસ પાર્ટી વિકલ્પ બનવાની ક્ષમતા ગુમાવી બેઠી છે
રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પણ ગણતરીનો સમય બાકી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ પણ પોતાની તૈયારીઓ કરવા લાગી છે ત્યારે કોંગ્રેસને લઈને ગુજરાતમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને કોંગ્રેસની કામગીરીને લઈને પણ લોકો આશ્ચર્યમાં છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે હું કોંગ્રેસમાંથી પણ લોકો માટે જ લડતો આવ્યો છું પણ હવે કોંગ્રેસ એ વિકલ્પ બની શકવાની ક્ષમતા ગુજરાતમાં ખોઇ બેઠો છે. મારું હંમેશા રહ્યું છે કે મારે લોકોની સેવા કરવી છે. સમાજે મને ગરીબ બ્રાહ્મણ નહીં પરંતુ સુવ્યવસ્થિત બ્રાહ્મણ બનવાનો મોકો આપ્યો છે. એટલે જે કાંઇ આપવું છે તે લોકોને આપવું છે.”
રાજકારણના જાણકારોના કહેવા પ્રમાણે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસથી નારાજ પણ હતા અને તેથી તેમણે પાર્ટી બદલી છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પર પ્રહાર કર્યા પછી તેમણે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા અને ભાજપની શિક્ષણનીતિ, હેલ્થ સેક્ટરને લઈને પણ પ્રહાર કર્યા હતા.