અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે જો હાલ લોકો બડલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. જો કે, આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો ધીમે-ધીમે વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં હવે શિયાળા ની વિદાય સાથે તાપમાન વધતા ગરમી પડવાની આગાહી થઈ છે. 4 માર્ચથી રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીમાં વધારો થશે અને તે mll ચારથી પાંચ દિવસો સુધી ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધવાની શક્યતા છે. જેને કારણે ગરમીમાં વધારો થવાની શક્યતા છે. પાંચ દિવસ પછી ગરમીમાં ફરીથી ઘટાડો થવાની શક્યતા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ચાલુ વર્ષે માર્ચથી મે મહિના સુધીમાં દેશના ઘણાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. જ્યારે મધ્ય અને દક્ષિણ ભારતમાં તાપમાન સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચે તેવી આગાહી પણ કરવામાં આવી છે.