Site icon Revoi.in

ગુજરાતમાં વડોદરા સિવાય જુનિયર તબીબોની હડતાળનો આવ્યો અંત

Social Share

અમદાવાદઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યાના બનાવના વિરોધમાં ગુજરાતની સરકારી હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઊતર્યા હતા. 16 ઓગસ્ટથી ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આમ, 16 ઓગસ્ટથી આજે 21 ઓગસ્ટ સુધી એટલે કે છઠ્ઠા દિવસે પણ તબીબોની હડતાલ યથાવત્ રહી હતી, જોકે ગઈકાલે સાંજે સરકાર દ્વારા તબીબોને સુરક્ષાની ખાતરી આપતા હડતાલનો અંત આવ્યો હતો. સરકાર સાથે વાટાઘાટો બાદ  જુનિયર ડોક્ટર એસોસિયેશને જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં CRPF તહેનાત કરવા સહિતની તબીબોની સુરક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ માગો પૂરી કરવાની ખાતરી આપવામાં આવી છે, જેથી મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાલ પૂર્ણ કરીએ છીએ. જોકે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુ જી, ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોએ  યથાવત રાખવીની જાહેરાત કરવામાં આવી હતી,

પશ્વિમ બંગાળમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યાના બનાવના વિરોધમાં ગુજરાતની સરકારી હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઊતર્યા હતા. અને માત્ર ઈમરજન્સી સેવા જ ચાલુ રાખવામાં આવી હતી. તબીબોની હડતાળને કારણે દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન  તબીબોની હડતાલમાં ઈન્ડિયન મેડિકલ એસો. સાથે જોડાયેલા શહેરના તબીબો પણ જોડાઈને બે દિવસ હડતાળ પર ઊતર્યા હતા અને વિશાળ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કરવાની સાથે આ કેસના દોષિતોને ફાંસીની સજા આપવાની માગણી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર દેશના તબીબોની સુરક્ષા માટે અલગ કાયદો બનાવીને તેનો અમલ કરવાની પણ તબીબો દ્વારા એક સૂરે માગ કરવામાં આવી હતી. રાજય સરકારે તબીબોના તમામ સુરક્ષાની ખાતરી આપતા જુનિયર તબીબોએ હડતાળ પાથી ખેચી લીધી હતી. તબીબો આજે શુક્રવારે ફરજ પર હાજર થતાં જ હોસ્પિટલોની ઓપીડીમાં દર્દીઓની લાઈનો જાવા મળી હતી.

#DoctorsSafety #CRPFSecurity #ResidentDoctorsStrike #GujaratMedicalProtest #MedicalServicesResumed #RGKarMedicalCollege #DoctorsDemandJustice #HealthcareCrisis #GovernmentAssurance #DoctorProtectionLaw #SayajiHospital #MedicalEmergencyServices #HealthcareWorkers #DoctorsRights #HealthcareSafety #JuniorDoctorsProtest #MedicalCollegeStrike #DoctorSafetyFirst #HospitalSecurity #PatientCare