ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણમાં ગરમીમાં ઘટાડો, હવે ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે
અમદાવાદઃ ગુજરાતમાં અષાઢ મહિનાના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. રવિવારે 140 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે પણ આકાશ વાદળછાંયુ જોવા મળી રહ્યું છે. અને બનાસકાંઠા અને સાબરકાંઠા તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવાથી ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે. હળવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓની સાથે ભારે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે 50 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતાઓ છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવાથી ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે. હળવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓની સાથે ભારે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ 6 ઠ્ઠી જૂનથી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 4-5 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના ના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, ભારે પવનો મુશ્કેલી ઉભી કરી શકે છે. ભારે પવન અને અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉભું થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. પરંતુ તેની અસર ગુજરાત પર થશે કે કેમ તે ચક્રવાત બન્યા પછી સમજી શકાશે, જો કે વાતાવરણ વાદળછાંયુ બન્યું છે. અને લોકોએ અસહ્ય ગરમીમાંથી છૂટકારો મેળવ્યો છે. સાથે ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાય રહ્યો છે.