ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં અગાઉ મહોરમની રજા જાહેર કરવામાં આવી હતી. આમે ય શૈક્ષણિક કેલેન્ડર મુજબ પણ મહોરમના દિવસે જોહેર રજા દર્શાવવામાં આવેલી છે. ત્યારે શિક્ષણ વિભાદ દ્વારા પરિપત્ર કરીને મહોરમની જાહેર રજા રદ કરવામાં આવી હોવાથી તા. 29મીને શનિવારે શાળાઓ ચાલુ રાખવાની સુચના આપી હતી, જો કે કેન્દ્ર સરકારે 24 જુલાઈનાં રોજ પરિપત્ર કરી શાળાઓ 29 જુલાઈએ ચાલુ રાખવા જાણ કરી હતી, જો કે શિક્ષણ વિભાગ તરફથી 28 જુલાઈએ પરિપત્ર જાહેર કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શાળાઓમાં જાહેર કરાયેલી મુહર્રમ રજા રદ કરવાનો આદેશ કરાયો છે. અગાઉ શાળાઓમાં મુહર્રમની રજા જાહેર કરાઈ હતી. જો કે કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ રાજ્ય શિક્ષણવિભાગે પરિપત્ર જાહેર કરી રાજ્યની તમામ શાળાઓ ચાલુ રાખવા આદેશ કર્યો છે. નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અખીલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્દઘાટન કરવાના છે. સવારના 9થી12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યક્રમ દર્શાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના પગલે અગાઉથી જાહેર કરાયેલી મુહર્રમની રજા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગના નિયામક દ્વારા તમામ DEOઓને પત્ર લખી તા.29મીને શનિવારે શાળા ચાલુ રાખવા આદેશ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનાં નોટીફિકેશન બાદ રાજ્યનાં શિક્ષણ વિભાગે શુક્રવારે પરિપત્ર જાહેર કર્યો છે. નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થતા હોવાથી વડાપ્રધાન મોદી ‘અખિલ ભારતીય શિક્ષા સમાગમ’નું ઉદઘાટન કરશે. 29 જુલાઈએ 9 થી 12 દરમિયાન શાળાઓ ચાલુ રાખી વિદ્યાર્થીઓ, શિક્ષકોને જીવંત પ્રસારણ નિહાળવા, ત્યારબાદ બપોરે 2 વાગે સુધી પત્રક ભરી સોફ્ટ કોપી ઇ-મેઇલ કરવા આદેશ કરાયો છે. શનિવારે મોહરમ હોવાથી અનેક સ્કૂલોમાં અગાઉથી જ રજા જાહેર કરાઈ ચુકી છે. અને ઘણી બધી શાળાઓને તો શાળા છૂટ્યા બાદ જાણ થઈ હતી.(File photo)