- હૈતીમાં થયો અકસ્માત
- 60 લોકોએ ગુમાવ્યા જીવ
- 20 ઘરો બળીને ખાક
દિલ્હી:હૈતીમાં ઈંધણ ભરેલું ઈંધણથી ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતુ, આ ઘટના બનતા ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં ઈંધણ બહાર ઢોળાતું હતું અને તેની લાલચ લોકોને ભારે પડી ગઈ. વાત એવી છે કે હૈતીના બીજા સૌથી મોટા શહેર કેપ-હૈતિયનમાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને તેમાં વિસ્ફોટ થતા 60 થી વધુ લોકો માર્યા ગયા છે.
વાસ્તવમાં, ટેન્કર પલટી ગયા પછી, કેટલાક લોકો રસ્તા પર વેરવિખેર તેલ લેવા માટે દોડ્યા હતા. આ લોકો તેલ ભરે તે પહેલા જ ઈંધણના ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ ઓઈલ જેટલા અંતર સુધી ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે ઘણા લોકો જીવતા દાઝી ગયા.
આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, આ ઘટનામાં લગભગ 20 ઘરો પણ બળી ગયા છે.
મેયર યવરોસે કહ્યું કે,તેમને માનવ સંસાધનોની જરૂર છે. તે જ સમયે, તેમણે કહ્યું કે અમને ભૌતિક સંસાધનો, સીરમ અને એવી કોઈપણ વસ્તુની જરૂર છે જે ગંભીર દાઝી જવાના કિસ્સામાં ઉપયોગી સાબિત થઈ શકે. આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા દેશના વડાપ્રધાન એરિયલ હેનરીએ કહ્યું કે, અત્યારે મોટાભાગના દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે.