હરિયાણાના નૂહમાં બ્રજમંડલ યાત્રાને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, આજે શાળા કોલેજ અને બેંકો પણ બંઘ
દિલ્હીઃ- હરિયાણામાં અગાઉ હિંસા ભડકી હતી જેને લઈને અનેક લોકોના મોત પણ થયા હતા ત્યાર બાદ આજરોજ સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રજમંડળ યાત્રા કાઢવાની જાહેરાત બાદ વહીવટીતંત્ર એલર્ટ પર જોવા મળ્યું છે.આ સાથે જ રાજસ્થાનની સરહદો ઉપરાંત પલવલ, ફરીદાબાદ, ગુરુગ્રામ, તિજારા અને ભરતપુરથી આવતા લોકો પર ખાસ નજર રાખવા માટે પોલીસે સરહદ પર દેખરેખ વધારી દીધી છે.
હરિયાણામાં અગાઉને હિંસાને જોતા જિલ્લાની સીમાઓ સીલ કરીને સઘન ચેકીંગ કર્યા બાદ જ વાહનોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. વિતેલા દિવસન્ રવિવારે તમામ નગરોમાં ફ્લેગ માર્ચ પણ કાઢવામાં આવી હતી. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
આ સહીત જિલ્લામાં બનતી દરેક પ્રવૃતિઓ પર બાતમીદાર વ્યવસ્થા રાખવામાં આવી છે. વહીવટીતંત્રે ડ્યુટી મેજિસ્ટ્રેટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. આ સાથે જ જણવાયું છે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. તે જ સમયે, ગામડાઓની શાંતિ સમિતિને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવા ફેલાવવા ન દે અને લોકોને ઘરમાં રહેવા સમજાવે. આ સહીત પ્રશાસને તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.
એટલું જ નહી આજની આ આત્રાને લઈને બેંકો અને એટીએમ બૂથ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. જિલ્લાના દરેક ખૂણે-ખૂણે પોલીસ દળ તૈનાત કરીને નલ્હાર મંદિરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
આ સહીત ઘણા જીલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ 28 ઓગસ્ટ સુધી બંધ રહેશે.આ સાથે જ પંજાબ, દિલ્હી, યુપી, રાજસ્થાન અને ચંદીગઢના સરહદી રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકની અધ્યક્ષતા કરી હતી અને કોઈપણ કટોકટીને અસરકારક રીતે નિપટવા માટે સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી.