Site icon Revoi.in

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ કેટલી બેઠકો પર 5 લાખની લીડ મેળવી શકશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો તેમજ 5 વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ તા.4થી જુનને મંગળવારે જાહેર થશે, એચલે ચૂંટણીના પરિણામોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. શનિવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થયા એમાં ભાજપ-એનડીએ ફરીવાર સત્તાના સૂત્રો સંભાળશે એવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ એકાદ બેઠક મેળવે એવું અનુમાન કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા જ ભાજપે તમામ બેઠકો 5 લાખ કે તેનાથી વધુ લીડથી જીતવાનો ટાર્ગેટ અપાયો હતો. પરંતુ ભાજપ ગાંધીનગર, નવસારી સહિત 5 બેઠકો 5 લાખથી વધુ લીડથી જીતે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એક્ઝિટ પોલના તારણો  પ્રમાણે ગુજરાતમાં ભાજપને 20 બેઠકો પર 5 લાખની લીડ નહીં મળે. ગાંધીનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ રેકર્ડબ્રેક લીડ મેળવશે. ઉપરાંત નવસારીની બેઠક પર સીઆર પાટિલ પણ સારીએવી લીડ મેળવશે. એટલે બન્નેની લીડ 7 લાખની નજીક પહોચવાની શક્યતા છે. ગુજરાતમાં 10થી 11 બેઠકો એવી છે કે ભાજપ અને કોંગ્રેસ-આપ વચ્ચે ભારે રસાકસી થશે. આ બેઠકો ભાજપ જીતશે તો પણ લીડ ઓછી રહેશે. ગુજરાતમાં ભાજપે દરેકે દરેક સીટ પર પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો હતો તે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં 20 બેઠકો પર 5 લાખની લીડ નહીં મળે. દરેક સીટ પર 5 લાખની લીડનું સપનું સાકાર નહીં થાય. ભાજપને માત્ર 5 બેઠકો પર જ 5 લાખથી વધારે લીડ મળશે. EXIT POLL પ્રમાણે મિશન 26 સાકાર થશે, પરંતુ 5 લાખની લીડ નહીં મળે.

એક્ઝિટ પોલના તારણો મુજબ સુરેન્દ્રનગરમાં ભાજપને સૌથી ઓછી લીડ મળશે એવું અનુમાન છે. ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 7 લાખથી વધુ લીડ મળવાની શક્યતા છે જ્યારે નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પણ 7 લાખ આસપાસ લીડ મળવાની શક્યતા છે. અમિત શાહ કે પાટીલ બંનેમાંથી કોઈ એકને સૌથી વધુ લીડ મળી શકે છે. એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે મનસુખ માંડવિયાને 5 લાખની લીડ નહીં મળે. જો કે પોરબંદરમાં ઓપરેશન મોઢવાડિયાથી ભાજપને ફાયદો થયો છે. જામનગર, પાટણ, બનાસકાંઠા, આણંદ, ભરૂચ સહિતની બેઠકો પર 2019ની ચૂટણીમાં ભાજપને જે લીડ મળી હતી. આ વખતે તેનાથી ઓથછી લીડ મળવાની શક્યતા છે.