- ન્યૂ પાકિસ્તાન!
- ભેંસ વેચવાથી લઈને બેલે ડાન્સ સુધી
- રોકાણકારોને લોભાવવા બેલે ડાન્સ
પાકિસ્તાને પોતાની ખસ્તાહાલ ઈકોનોમીમાં જીવ ફૂંકવા માટે વૈશ્વિક રોકાણકારોને લોભાવવા માટે બેલે ડાન્સનો સહારો લેવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં રોકાણકારોને લોભાવવા માટે બેલે ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
અજરબૈજાનની રાજધાની બાકૂમાં સરહદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ચારથી આઠ સપ્ટેમ્બર સુધી આયોજીત ખૈબર પખ્તૂનખ્વા રોકાણ અવસર સમારંભમાં વિદેશી રોકાણકારોને લોભાવવા માટે અન્ય ગતિવિધિઓ સિવાય બેલે ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેલે ડાન્સનો આ વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, તેમાં મહિલાઓ ડાન્સ કરતી દેખાઈ રહી છે. ટ્વિટર પર ઘણાં લોકોએ આને લઈને પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનની કેટલીક સ્થાનિક મીડિયા વેબસાઈટ અને ટ્વિટર યૂઝર્સે આને નયા પાકિસ્તાન ગણાવીને ઠેકડી ઉડાડી છે.
એક યૂઝરે ટ્વિટ કર્યું છે કે પાકિસ્તાન પોતાની ખસ્તાહાલ અર્થવ્યવસ્થાને બેલી ડાન્સરથી મજબૂત કરવા માગે છે. તેના પછી શું થશે, બચા-બાજી? એક અન્ય યૂઝરે લખ્યુ છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અતુલ્ય કાર્યક્રમ. જો અર્થવ્યવસ્થા આનાથી પણ વધારે ખરાબ થશે, તો શું નગ્ન ડાન્સ કરાવવામાં આવશે?
એક અન્ય ટ્વિટર યૂઝરે લખ્યું છે કે એક તરફ ભારત જ્યાં ચંદ્રયાન-2 લોન્ચ કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન રોકાણકારોને લોભાવવા માટે બેલી ડાન્સ કરાવી રહ્યું છે. એક યૂઝરે કહ્યુ છે કે પાકિસ્તાન બિલકુલ અલગ હટીને વિચારે છે. ભેંસ વેચવાથી લઈને બેલે ડાન્સ સુધી.