Site icon Revoi.in

ભારતમાં ઉત્પાદન-સેવાની પેટન્ટની અવધિ 20 વર્ષની, પેટન્ટનો ઉલ્લંઘન કરનાર સામે થાય છે કાર્યવાહી

Social Share

દિલ્હીઃ ભારતમાં અનેક કંપનીઓ અને પ્રોડક્ટની પેટન્ટ નોંધાયેલી હોય છે. આપણે પેટન્ટ વિશે તો જાણીએ છીએ પરંતુ તેની પ્રક્રિયા અને સમય મર્યાદા વિશે ઉંડાણપૂર્વક જાણતા નથી. ભારતમાં પેટન્ટની અવધી 20 વર્ષની હોય છે. એટલું જ નહીં પેટન્ટની નોંધણી કરાવનારીની સમહતીથી જે તે વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે. ભારતમાં નોંધાયેલી પેટન્ટ કરેલા ઉત્પાદન-સેવાની દુનિયાના અન્ય દેશમાં સ્થાનિક નાગરિક ઉપયોગ કરે તો પેટન્ટ ઉલ્લંઘન માનવામાં આવતું નહીં હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં પેટેન્ટ નોંધણીનું મુખ્ય કાર્યાલય કોલકત્તામાં આવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નિર્દેશો અનુસાર કામ કરતા આ કાર્યાલયમાં પોતાના ઉત્પાદન કે ટેક્નોલોજી પર પેટન્ટ લેવા માટે અરજી કરવાની હોય છે. આ ઉપરાંત અરજદારે પોતાની નવી શોધ વિશે જાણકારી આપવી પડે છે. પેટન્ટ કાર્યાલય તેની તપાસ કર્યા બાદ જો ઉત્પાદન કે ટેકનીકલનો વિચાર નવો લાગે તો પેટન્ટનો મંજૂરી આપવામાં આવે છે. જેથી કોઇ એની નકલ તૈયાર ન કરી શકે. એટલે કે પેટેંટ ધારક સિવાય અન્ય વ્યક્તિ જો ઉત્પાદન કરે છે તો ગેરકાયદે સાબિત થાય છે.

આ ઉપરાંત પેટન્ટ ધારક કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. જો કે, પેટન્ટ ધારક વ્યક્તિ અથવા સંસ્થાની અનુમતિ બાદ ઉત્પાદન કરી શકાય છે. આ માટે પેટન્ટ ધારક રોયલ્ટી પણ માંગી શકે છે. ભારતમાં પેટન્ટ માટે કરેલી અરજીથી 20 વર્ષ સુધીની પેટન્ટની અવધિ હોય છે.