ભારતમાં અમેરિકા જેવા રસ્તાની સાથે હાઈવે ઉપર ગ્રીનરી વધારાશે
નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને હાલ રોડ-રસ્તા સહિતની પાયાની સુવિધાઓ દેશના દરેક નાગરિકને મળી રહે તે માટે સરકાર પ્રયાસો કરી રહ્યું છે. એટલું જ નહીં ભારતના રસ્તાઓને અમેરિકા જેવા બનાવવાની કેન્દ્રીય મંત્રી નીતિન પડકરીએ જાહેરાત કરી હતી. તેમજ હાઈવે પર હરિયાળીમાં વધારો કરવામાં આવશે.
અમેરિકા જેવા રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું એ ભારત માટે એક મોટા પરિવર્તન સમાન છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ વાતનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું છે કે 2024 સુધીમાં ભારતના રસ્તા અમેરિકા જેવા થઈ જશે. દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. હાઇવેની આસપાસ હરિયાળી વધારવામાં આવી રહી છે. નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે તમે જેટલો વધુ હાઈવેનો ઉપયોગ કરશો તેટલો વધુ તમારે ટોલ ટેક્સ ભરવો પડશે. આ સાથે ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજન ઈંધણવાળી કાર જેવા વિકલ્પો પણ લિસ્ટમાં છે.