Site icon Revoi.in

ભારતમાં આ જગ્યાએ બનશે વિશ્વની સૌથી ઊંચી ભગવાન કૃષ્ણની પ્રતિમા, બનશે મોટું ધાર્મિક કેન્દ્ર

Social Share

અમદાવાદ:ગુજરાત સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે,’દેવભૂમિ દ્વારકા કોરિડોર’ના ભાગરૂપે દ્વારકા શહેરમાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન કૃષ્ણની પ્રતિમા બનાવવામાં આવશે.તેના પ્રથમ તબક્કાનું કામ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની ધારણા છે.ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે આ જાહેરાત કરી હતી.પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવા ઉપરાંત, દ્વારકાધીશ મંદિર માટે પ્રખ્યાત શહેર 3D ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન અને શ્રીમદ ભગવદ્ ગીતા અનુભવ ક્ષેત્ર સાથે પણ આવશે.પટેલે કહ્યું કે,ભાજપ સરકારે આ પ્રદેશને પશ્ચિમ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર બનાવવા માટે ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર’ વિકસાવવાનો નિર્ણય કર્યો છે.

પટેલે જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમે એક વ્યુઈંગ ગેલેરી બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છીએ જ્યાંથી લોકો પ્રાચીન દ્વારકા શહેરના અવશેષો જોઈ શકે.અમે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂમિપૂજન કર્યા પછી પ્રથમ તબક્કાનું કામ શરૂ કરવા આતુર છીએ.”