પુનાઃ વર્લ્ડકપ-2023માં ભારતે બાંગ્લાદેશને હરાવીને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહેલી વર્લ્ડકપ-2023ની 17મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 41.3 ઓવરમાં 3 વિકેટે 261 રન બનાવી બાંગ્લાદેશ સામે ભવ્ય વિજય મેળવ્યો છે. આજની મેચમાં વિરાટ કોહલીએ દમદાર પ્રદર્શન કરીને સદી ફટકારી હતી, તેમજ ઓપનિંગમાં આવેલા શુભમન ગીલે ફિફ્ટી ફટકારી હતી. આ અગાઉ બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ આજની મેચ સહિત અત્યાર સુધીમાં 4-4 મેચ રમી છે, જેમાં ભારતે ચારેય મેચમાં જીત મેળવી છે, જયારે બાંગ્લાદેશે માત્ર એક મેચ જીતી છે.
ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું છે. ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો આ સતત ચોથો વિજય છે. આ જીત સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. કોહલીએ 48મી વન-ડે સદી ફટકારી હતી. તેણે સૌથી ઝડપી 26 હજાર આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કર્યા છે. તેણે 567 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. તેની પહેલા સચિન તેંડુલકરે 600 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
પુણેના MCA ગ્રાઉન્ડ પર ટોસ જીતીને બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. ભારતીય બેટર્સે 257 રનનો ટાર્ગેટ 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. વિરાટ કોહલીએ તેની વન-ડે કરિયરની 48મી સેન્ચુરી પૂરી કરી છે. જ્યારે શુભમન ગિલે તેની 10મી અડધી સદી ફટકારી હતી. ગિલે રોહિત સાથે 76 બોલમાં 88 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
વિરાટ કોહલીએ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 511 મેચની 567 ઇનિંગ્સમાં 26,026 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 78 સદી અને 134 ફિફ્ટી ફટકારી છે. આ સાથે કોહલીએ તેના કરિયરમાં 7 બેવડી સદી પણ ફટકારી છે. વિરાટ કોહલીએ 97 બોલમાં 6 ફોર અને 4 સિક્સ સાથે અણનમ 103 રન કર્યા છે, જ્યારે કે.એલ.રાહુલે 34 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે અણનમ 34 રન ફટકાર્યા છે. રોહિત શર્માએ 48 રન, શુભમન ગીલે 53 રન, જ્યારે શ્રેયસ ઐય્યરે 19 રન કર્યા છે. બોલિંગની વાત કરીએ તો જસપ્રિત બુમરાહ, મોહમ્મ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી છે, જ્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ખેરવી છે
બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 82 બોલમાં 7 ફોર સાથે 66 રન, જ્યારે તંજીદ તમીમે 43 બોલમાં 5 ફોર અને 3 સિક્સ સાથે 51 રન ફટકાર્યા હતા. જ્યારે મહેંદી હસન મિર્જાએ 2 વિકેટ અને હસન મહમુદે 1 વિકેટ ખેરવી હતી.
બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન શાકિબ અલ હસન અનફિટ હોવાથી મેચ રમી શક્યો ન હતો, જોકે તેની જગ્યાએ નઝમુલ હસન શાંતો ટીમની કેપ્ટનશીપ નિભાવી હતી. ભારતની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ સહિત અત્યાર સુધીમાં કુલ 41 વનડે મેચ રમાઈ છે જેમાં ભારતે 32 અને બાંગ્લાદેશે 8 મેચ જીતી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. ભારતે તેની છેલ્લી 6 વનડેમાં 4 મેચમાં જીત મેળવી છે જ્યારે બાંગ્લાદેશે 6માંથી એક મેચમાં જ જીત મેળવી શકી છે, 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.