IPL 2024માં આ પાંચ અનકેપ્ટ ખેલાડીઓએ પોતાની રમતથી ક્રિકેટ પ્રેમીઓના જીત્યા દિલ
મુંબઈઃ દેશમાં હાલ આઈપીએલ ચાલી રહી છે આઈપીએલ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ વધ્યો છે. બીજી તરફ આઈપીએલ 2024માં ભારતીય અનકેપ્ડ ખેલાડીઓએ પ્રભુત્વ જમાવ્યું છે.
રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગે IPL 2024માં શાનદાર બેટિંગ કરી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં રિયાન પરાગે 5 મેચમાં 158.18ના સ્ટ્રાઈક રેટથી 261 રન બનાવ્યા છે.
લખનૌ સુપર જાયન્ટ્સના મયંક યાદવે સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. આ સિવાય આ બોલરે પોતાની બોલીંગની ગતિથી લોકોને ઘણા પ્રભાવિત કર્યાં છે. વિપક્ષના બેટ્સમેનો મયંક યાદવના બોલ સામે લાચાર દેખાતા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માએ લગભગ દરેક મેચમાં પોતાની ટીમને તોફાની શરૂઆત અપાવી છે. આ સિઝનમાં અત્યાર સુધી અભિષેક શર્માએ 5 મેચમાં 208.23ની એવરેજથી 177 રન બનાવ્યા છે.
પંજાબ કિંગ્સના યુવા શશાંક સિંહે પોતાની છાપ છોડવામાં સફળતા મેળવી છે. આ બેટ્સમેને પોતાની હિટિંગ ક્ષમતાથી ઘણો પ્રભાવિત કર્યો છે. શશાંક સિંહે ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સને યાદગાર જીત અપાવી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સના અંગક્રિશ રઘુવંશીએ શાનદાર બેટિંગ બતાવી છે. આ સિઝનમાં અત્યાર સુધી અંગક્રિશ રઘુવંશીએ 3 મેચમાં 173.33ના સ્ટ્રાઈક રેટથી 78 રન બનાવ્યા છે.
આઈપીએલમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગીલ, હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓની સાથે નવા નવા ખેલાડીઓએ પોતાની આગમી રમતથી ક્રિકેટ પ્રમીઓને પોતાની તરફ આકર્ષિત કર્યાં છે. બીજી તરફ આગામી મહિનામાં ટી20 વિશ્વ કપ રમાવાનો છે. જેમાં ભારતીય ટીમ માટે આઈપીએલમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને સ્થાન આપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.