Site icon Revoi.in

ઓડિશા-ઝારખંડમાં ITના દરોડોમાં કરોડોની રોકડ મળી, નોટોની ગણતરી વખતે મશીનો પણ ખોટકાયાં

Social Share

નવી દિલ્હીઃ ઓડિશા અને ઝારખંડમાં જાણીતી કંપનીના માલિક અને તેની સાથે જોડાયેલી વ્યક્તિઓ ઉપર આવકવેરા વિભાગે વ્યાપક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કરોડની રોકડ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. આઈટીના અધિકારીઓએ કરોડોની રોકડ રકમની ગણતરી માટે મશીનો બોલાવ્યાં હતા. મોડે સુધી રૂ. 50 કરોડથી વધારેની ગણતરી પુર્ણ થઈ છે. એટલું જ નહીં હજુ રકમની ગણતરી કરવામાં આવી રહી છે.

આવકવેરા વિભાગે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા અને કંપનીના પરિસરમાંથી મોટી માત્રામાં ચલણી નોટો જપ્ત કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિશાના બોલાંગીર અને સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં સર્ચ ચાલુ છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધી 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ નોટોની સંખ્યા એટલી વધારે છે કે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. જેથી અન્ય મશીનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગના અધિકારીઓની તપાસના અંતે કરોડોની કરચોરી બહાર આવે તેવી શકયતા છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ કંપનીમાંથી મળેલા દસ્તાવેજોની પણ તપાસ શરુ કરી છે. આવકવેરા વિભાગના દરોડાને પગલે કરોડની રોકડ રકમ મળી આવતા તરહ તરહની અટકળો વહેતી થઈ છે.