જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,સોપોરમાંથી એક આતંકીની કરી ધરપકડ
- જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા
- સોપોરમાંથી એક આતંકીની કરી ધરપકડ
- ભારતીય સેના અને પોલીસના સયુંકત અભિયાનથી ધરપકડ
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.ભારતીય સેના અને પોલીસના સયુંકત અભિયાને લશ્કરના એક આંતકવાદીની ધરપકડ કરી છે.જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સોપોરના રફિયાબાદના લદુરા વિસ્તારમાં એક સયુંકત અભિયાનમાં સેના અને પોલીસે લશ્કરના આતંકવાદીની અટકાયત કરી છે.
જમ્મુ-કાશ્મીરમાંથી સતત આતંકી ઘટનાઓને લઈને સમાચાર સામે આવી રહ્યા છે.આતંકિયોએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉથલપાથલ મચાવી છે.આ પહેલા સમાચાર આવ્યા હતા કે,છેલ્લા 24 કલાકમાં આતંકીઓએ કુલ સાત લોકોને પોતાના નિશાને બનાવ્યા હતા.એમાંથી બે સીઆરપીએફ જવાન પણ સામેલ છે.સોમવારે સાંજે આતંકિયોએ સોપિયામાં કાશ્મીરી પંડિતોને પોતાના નિશાન બનાવ્યા હતા.અને ગોળીબાર કરી મારી નાખ્યા હતા.જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાક દરમિયાન આ ત્રીજી આતંકી ઘટના હતી.આ પહેલા આતંકીઓએ બિહાર મજદૂરો અને સીઆરપીએફના બે જવાનો પર હુમલો કર્યો હતો જેમાં એક જવાનનું મોત થયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે. આ કારણે ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે.