શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાવા પ્રયત્નમાં હોય છે ત્યારે અહી છેલ્લા 5 દિવસમાં આતંકીઓ દ્રારા હુમલાની બે ઘટનાઓ સામે આવી ચૂકી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં મંગળવારે મોડી રાત્રે આતંકવાદીઓએ હુમલો કરીને બે પર પ્રાંતિયો મજૂરોને ઘાયલ કર્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેથી આતંકીઓને પકડી શકાય.
અનંતનાગમાં આતંકવાદીઓએ બે પરપ્રાંતિય મજૂરો પર ગોળીબાર કર્યો હતો જે બંને ઘાયલ નાગરિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. સર્ચ ઓપરેશન માટે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પાંચ દિવસમાં આતંકીઓ દ્રારા લોકો પર હુમલો કરવાની આ બીજી ઘટના છે. આ પહેલા 13 જુલાઇએ શોપિયાં જિલ્લામાં SOG કેમ્પથી 150 મીટર દૂર ગગરાન વિસ્તારમાં એક ઘરમાં ઘૂસીને આતંકવાદીઓએ બિહારના ત્રણ મજૂરોને ગોળી મારી દીધી હતી. પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે લાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરી મજૂરોની ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી આતંકીઓ ભાગી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી. આસપાસના વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હુમલાની નિંદા કરતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે આ કાયરતાનું કૃત્ય છે.ત્યારે વિતેલી રાત્રે પણ બે મજુરોને નિશાન બનાવાયા છે બન્ને ગંભીર રીતે ઘાયલ હોવાથઈ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.