જમ્મુ કાશ્મીરમાં સેનાએ પરપ્રાતિંય કામદારો પર હુમલાનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યોઃ ત્રણ આતંકીઓની હથિયારો સહીત કરી ધરકપડ
- જમ્મુ કાશ્મીરમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા
- પરપ્રાતિંય કાદારો પર હુમલાનું હતપં કાવતરું
- સેનાએ ફરી આતંકીઓના નાપાક પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા
શ્રીનગરઃ- છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરી અને પરપ્રાતિંયો કામદારો પર હુમલો તથા ગ્રેનેડ વડે હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે જો કે સેના સતત ઘુસણખોરીના પ્રયાસો નિષ્ફળ બનાવી રહી છે આ સાથે જ આતંકીઓની સધન શોધખોળ કરીને તેમને પકડવાના પ્રયત્નોમાં લાગેલી છે ત્યારે વિતેલા દિવસે સેનાના જવાનોએ ત્રણ આતંકીઓની ઘરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીર સોપોર પોલીસ અને 22 રાષ્ટ્રીય રાઈફલ્સ અને 179 Bn સીઆરપીએફના સંયુક્ત પ્રયત્નોથી સોપરમાંથી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ શુક્રવારે સાંજે બોમાઈ પોલીસ સ્ટેશન હેઠળ બોમાઈ ચોક ખાતે સંયુક્ત ઓપરેશનમાં થઈ હતી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની ઓળખ શારિક અશરફ, સકલેન મુશ્તાક અને તૌફીક હસન શેખ તરીકે થઈ છે. ગોરીપુરાથી બોમાઈ તરફ આવતા ત્રણ લોકોની હિલચાલ શંકાસ્પદ જણાતી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. તેને રોકવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. જો કે, તેઓ તેમના પ્રયાસમાં સફળ થયા ન હતા અને સુરક્ષા દળોના હાથે ઝડપાઈ ગયા હતા.
આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે જે પ્રમાણે ત્રણ હેન્ડ ગ્રેનેડ, 9 પોસ્ટર અને 12 પાકિસ્તાની ઝંડા મળી આવ્યા છે. પ્રાથમિક તપાસcex પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના OGWs છે. આ આતંકવાદીઓ બહારના મજૂરો સહિત સુરક્ષા દળો અને સ્થાનિક નાગરિકો પર હુમલો કરવાના પ્રયત્નમાં હતા.હવે આ ઘટનાને લઈને બોમઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.