જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું, ઠંડી વધવાની આગાહી
નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં વરસેલી હિમ વર્ષાના કારણે દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું છે. જેથી આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
સંપૂર્ણ કશ્મીર ખીણ પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શ્રીનગરમાં શિયાળામાં સૌથી ઓછું માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પહલગામમાં માઈનસ 5.3 ડિગ્રી, ગુલમર્ગમાં 4 ડિગ્રી, કુપવાડામાં માઈનસ 2.8 અને કાંઝીગુંડમાં માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જાન્યુઆરી સુધીમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાની શક્યતા ઓછી હોવાનું જણાવ્યું છે.