- જમ્મુ કાશમીરમાં આતંકીઓએ કામદારોને નિશાન બનાવ્યા
- ગ્રેનેડ વડે કરેલા હુમલામાં 1 કામદારનું મોત
શ્રીનગર – કલમ 370 હટાવ્યાને આજે 3 વ પર્। પુરા થયા છે તો તેના એક દિવસ પહેલા જ આતંકીઓએ જમ્મુ કાશષ્મીરના પુલવામા માં ગ્રેનેડ વડે હુમલો કરીને કામદારોને નિશષાન બનાવ્યા હતા અને અહીનું શાંતિ વખોળવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિતેલી રાત્રે પુલવામામાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો.આ હુમલામાં એક કામદારનું મોત થયું છે.તો બે કામદારો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકની ઓળખ બિહારના મોહમ્મદ મુમતાઝ તરીકે કરવામાં આવી છે. બે ઘાયલ વ્યક્તિઓ બિહારના રામપુરના રહેવાસી છે.
આતંકવાદીઓએ પુલવામાના ગદૂરા વિસ્તારમાં મજૂરોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો. ત્યાર બાદ સુરક્ષા દળોની ટીમ પોલીસ કર્મીઓ , અને સીઆરપીએફની સંયુક્ત ટીમે હુમલાખોરોની શોધમાં ઓપરેશન શરૂ કર્યું છે.ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસમાં આ ત્રીજો આતંકી હુમલો છે. પરંતુ આ પહેલાના હુમલામાં અન્ય કોઈ નુકશાનના સમાચાર નથી.
તો બીજી તરફ ઉત્તર કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયારો મળી આવ્યા છે. તેમને સુરક્ષા દળો પર હુમલો કરવાની અને સ્થાનિક લોકોને નિશાન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.