જામનગરઃ શહેરમાં કોઈભેજા બાજે ખોટા મેસેજ કરીને પોલીસને ધંધે લગાડી હતી. શહેરના ટ્રાફિકથી ગીચ ગણાતા ડી કે વી સર્કલ પાસે આવેલા પોસ્ટના ડબ્બામાં ટક ટક જેવો અવાજ આવી રહ્યો છે, બોમ્બની આશંકાના હોવાના મેસેજના પગલે જુદી જુદી પોલીસ ટુકડીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને સઘન તપાસના અંતે ડબ્બામાંથી કઈં નહીં મળતા તત્રં સહિતનાઓએ રાહતનો દમ લીધો હતો. બીજી બાજુ કલેકટર કચેરી ખાતે પત્ર મોકલનાર શખસની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરની કલેકટર કચેરી ખાતે ઈ – મેલ મારફતે એક પત્ર મળ્યો હતો જેમાં ડીકેવી સર્કલ રોડ પર આવેલા પોસ્ટના લાલ ડબ્બામાં ટક ટક જેવો ભેદી અવાજ આવે છે, ગઇ સાંજે આ મેસેજ જિલ્લા કંટ્રોલ રૂમને મળતા તાકીદે વાયરલ કરવામાં આવતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. એલ.સી.બી,,એસ.ઓ.જી, તથા બોમ્બ સ્ક્વોર્ડ અને સીટી બી ડિવિઝન નો કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી જઈને પોસ્ટ ડબ્બાની તપાસ કરવામાં આવી હતી, ડબ્બો ખોલીને બારીકાઇ પૂર્વક નિરીક્ષણ કયુ હતું, તેમજ આ વિસ્તારમાં અન્ય એક ડબ્બો પણ તપાસ કરાયો હતો, સઘન તપાસમાં ડબ્બામાંથી કઇં વાંધાજનક મળ્યું ન હતું, આથી પત્ર ખોટો હોવાનું જુદી જુદી ટુકડીઓની તપાસમાં બહાર આવતા તત્રં સહિતનાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.