કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને રાહત, હિજાબ પહેરીને પરીક્ષા આપી શકશે
બેંગલુરુઃ- કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી હિજાબ વિવાદ ચાલી રહ્યો છએ વિદ્યાર્થીઓને શાળાના કેન્પર્સમાં પણ હિજાબ પહેરીને આવવા પર પ્રતિબંઘ સહિત પરિક્ષા ખંડમાં પણ હિજાબ વગર આવવાની આજ્ઞા હતી જો કે હવે કર્ણાટકવની સરકારે મુસ્લિમ બહેનો માટે પોતાનો નિર્ણય બદલ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણાટક સરકારે હિજાબને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની છૂટ આપી છે. સરકારના આ નિર્ણય બાદ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપી શકશે.
માહિતી અનુસાર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્યના શિક્ષણ મંત્રી એમસી સુધાકરે હિજાબ મુદ્દે સમીક્ષા બેઠક કરી હતી. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમિયાન હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવે. આ બાબતને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી એવા એમસી સુધાકરનું કહેવું છે કે કેટલાક લોકો હિજાબને લઈને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ લોકો પરીક્ષામાં હિજાબ પહેરવા પર વાંધો ઉઠાવીને વાતાવરણને બગાડવાની સાથે જ ભ્રમ પેદા કરવા માંગે છે. તમામ લોકોની સ્વતંત્રતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં હિજાબ પહેરવાને લઈને ઘણો હોબાળો થયો હતો. 2022 માં, વહીવટીતંત્રે ઉડુપી જિલ્લાની PU સરકારી કોલેજમાં વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેને કોલેજમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. આ મામલે ભારે હોબાળો થયો હતો. કોલેજના નિર્ણય સામે વિદ્યાર્થિનીઓએ કોલેજની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.