Site icon Revoi.in

કર્ણાટકમાં હવે BJP અને પૂર્વ PM દેવગૌડાની પાર્ટી JDS સાથે મળી કરશે લોકોના હિતમાં કાર્ય

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે. જ્યારે વિપક્ષ તરીકે ભાજપા જવાબદારી નીભાવી રહ્યું છે. હવે પૂર્વ પડાપ્રધાન એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસએ ભાજપ સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જાહેરાત કરી કે તેમની પાર્ટીએ રાજ્યના હિતમાં વિપક્ષ તરીકે ભાજપ સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ તેમને પાર્ટી અંગે કોઈપણ અંતિમ નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા છે.

2024ની લોકસભા ચૂંટણી પહેલા NDA સાથે જેડીએસના સંભવિત ગઠબંધનના અહેવાલો વચ્ચે, એચડી કુમારસ્વામીએ કહ્યું કે, આ વિશે વાત કરવા માટે સંસદની ચૂંટણીઓ આગળ હજુ સમય છે. કુમારસ્વામી રાત્રે જેડીએસ ધારાસભ્ય દળની બેઠકમાં આયોજિત ચર્ચા પરના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. દેવેગૌડા પણ ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપી હતી.

તેમણે કહ્યું કે, મેં વિધાનસભાની અંદર અને બહાર પહેલેથી જ કહ્યું છે કે, ભાજપ અને જેડીએસ બંને વિપક્ષી પાર્ટીઓ હોવાથી રાજ્યના હિતમાં સાથે મળીને કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી પાર્ટીના ધારાસભ્યોએ પણ ચર્ચા કરી કે આપણે કેવી રીતે આગળ વધવું છે. તેમણે કહ્યું કે, વિધાનસભ્ય દળની બેઠકમાં દેવેગૌડાએ સલાહ આપી છે કે તમામ નેતાઓના અભિપ્રાય લીધા બાદ પાર્ટીના સંગઠન માટે તમામ સમુદાયોના પ્રતિનિધિત્વ સાથે 10 સભ્યોની એક ટીમ બનાવવામાં આવશે અને તમામ 31 જિલ્લામાં આ (કોંગ્રેસ) સરકારના દુષ્કર્મો સામે અવાજ ઉઠાવવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, સંસદની ચૂંટણીને હજુ 11 મહિનાનો સમય બાકી છે. તેમણે એમ પણ કહ્યું કે દેવેગૌડાએ મને પાર્ટી અંગે કોઈ પણ અંતિમ નિર્ણય લેવાનો અધિકાર આપ્યો છે. મે મહિનામાં યોજાયેલી 224 સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 135 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી.