1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીરમાં મહેબુબા મુફ્તીએ પણ ઈન્ડી ગઠબંધન સાથે છેડો ફાડ્યો, એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી
કાશ્મીરમાં મહેબુબા મુફ્તીએ પણ ઈન્ડી ગઠબંધન સાથે છેડો ફાડ્યો, એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી

કાશ્મીરમાં મહેબુબા મુફ્તીએ પણ ઈન્ડી ગઠબંધન સાથે છેડો ફાડ્યો, એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી

0
Social Share

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો દ્વારા ઈન્ડી ગઠબંધનની રચના કરવામાં આવી છે, પરંતુ વિપક્ષી પાર્ટીઓ હવે ગઠબંધનથી દૂર જઈ રહ્યાં છે. અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જ્યારે તાજેતરમાં જ ઈન્ડિ સંગઠનના સભ્ય ફારુખ અબ્દુલ્લાએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યાં બાદ હવે મહેબુબા મુફતીએ પણ આવી જ જાહેરાત કરીને રાજકીય ગણિતોને વિચારતા કરી દીધા છે.

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સ (NC) બાદ હવે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ પણ લોકસભા ચૂંટણીમાં અલગ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીની સંસદીય સમિતિ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે. અગાઉ નેશનલ કોન્ફરન્સે આગામી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી. પીડીપીની લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને મધ્ય કાશ્મીરમાં યોજાયેલી બેઠક બાદ પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, તેમની પાર્ટી દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટૂંક સમયમાં રાજ્યમાં લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. મોહમ્મદ સરતાજ મદનીના નેતૃત્વમાં પાર્ટી સંસદીય બોર્ડ ટૂંક સમયમાં ઉમેદવારોની પસંદગીને અંતિમ રૂપ આપશે.

આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અબ્દુલ રહેમાન વીરી, મહાસચિવ ડૉ. મહેબૂબ બેગ અને ગુલામ નબી લોન હંજુરા, અધિક મહાસચિવ આશિયા નકાશ, પૂર્વ મંત્રીઓ નઈમ અખ્તર અને ઝહૂર અહેમદ મીર સહિત જિલ્લા પ્રમુખો, મતવિસ્તારના પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો હાજર રહ્યા હતા. અગાુ એનસીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે એનસી પાસે જે સીટો છે તે સિવાય અન્ય સીટો પર ગઠબંધન પર વિચાર કરવામાં આવશે. આ પછી એનસી ચીફે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે પીડીપીએ કહ્યું હતું કે પાર્ટીનો હેતુ એકતાનો છે, પરંતુ એનસીના નિર્ણયને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code