ભગવાન ભોલેના ઘામ કેદારનાથમાં સુરક્ષાદળોએ યાત્રીઓ સાથે મળીને કરી યોગ દિવસની ઉજવણી
- કેદારનાથમાં સુરક્ષા દળોએ યોગડે ઉજવ્યો
- સેનાના જવાનો અને શ્રદ્ધાળુઓએ સાથએ કર્યા યોગ
દહેરાદૂનઃ- આજે વિશ્વ આખું યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતમાં આના આ દિવસનું ખાસ મહત્વ છે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે ત્યારે દેશના વિવિધ ભાગોમાં આ દિવસની શાનદાર ઉજવણી થઈ રહી છે,સેનાનાનો જવાનો હોય કે મંત્રીઓ કે નેતા હોય તમામે તમામ લોકો યોગના કાર્યક્મમાં હાજર રહી યોગ કરતા જોવા મળ્યા હતા.
ઉત્તરાખંડ પોલીસે યોગ દિવસના ખાસ ફોટોઝ પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં બાબા કેદારનાથના ધામમાં તહેનાત સુરક્ષાકર્મીઓ અને બાબાના દર્શન કરવા આવેલા ભક્તોએ યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા
જો ઉત્તરાખંડના ભગવાન ભોલેના ધાન કેદારનાથની વાત કરીએ તો અહી સુરક્ષામાં હાજર સેનાના જવાનોએ પણ યોગ દિવસ મનાવ્યો હતો ખાસ કરીને અહી આવતા શ્રદ્ધાળુઓ સાથે સેનાના જવાનોએ યોગ કરીને આ દિવસની ઉજવણી કરી હતી.
જાણકારી પ્રમાણે કેદારનાથ મંદિર પરિસરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. કેદારપુરી ખાતે તૈનાત પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ, ડીડીઆરએફ અને ITBPની ટીમોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે યોગ કર્યા હતા અને યોગ દ્વારા સ્વસ્થ રહેવાનો સંદેશ પણ જનતાને આપ્યો હતો.
બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આ ખાસ પ્રસંગ પર અલ્મોડા પહોંચ્યા, જ્યાં તેમણે હજારો લોકો સાથે યોગ કર્યા. અહીં 20 હજારથી વધુ લોકોએ યોગ કર્યા હતા. ઉત્તરાખંડને યોગ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં વિકસાવવા માટેના તમામ શક્ય પ્રયાસો કરવાનું વચન આપ્યું છે.