Site icon Revoi.in

કેરળમાં સરકાર પ્રજાને પરિવહનની વધુ એક સુવિધા પુરી પાડશે, ઈ-ટેક્સી સેવા શરૂ કરાશે

Social Share

બેંગ્લોરઃ કેરળ સરકાર કોર્પોરેટ ઓનલાઈન કેબ સેવાના વિકલ્પ તરીકે આવતા મહિનાથી પોતાની ઈ-ટેક્સી સેવા શરૂ કરશે. દેશમાં કોઈપણ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની પહેલ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રાજ્યના શ્રમ વિભાગ ‘કેરળ સાવરી’ નામની ઓનલાઈન ટેક્સી હાયરિંગ સર્વિસ શરૂ કરી રહ્યું છે, જે રાજ્યમાં હાલના ઓટો-ટેક્સી નેટવર્ક સાથે જોડાય છે. તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં પ્રવર્તતા પરવડે તેવા દરે જનતા માટે સલામત અને વિવાદ મુક્ત મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.

કેરળના પબ્લિક એજ્યુકેશન અને લેબર મિનિસ્ટર વી શિવનકુટ્ટીએ જણાવ્યું હતું કે, “આ પહેલીવાર છે જ્યારે દેશમાં ઓનલાઈન ટેક્સી સેવા શરૂ કરાશે. આ સરકાર કામદારોના કલ્યાણના ઉદ્દેશ્ય સાથે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા પ્રભુત્વ ધરાવતા ક્ષેત્ર તરફ આગળ વધી રહી છે.” “કેરળ સાવરી નિર્ધારિત દર કરતાં અને તેનાથી વધુ માત્ર 8 ટકા સર્વિસ ચાર્જ વસૂલશે,” તેમ તેમણે કહ્યું હતું.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “કેરળ સાવરી એપ એ બાળકો અને મહિલાઓ દ્વારા ઉપયોગ કરવા માટે ખૂબ જ સુરક્ષિત સિસ્ટમ છે. એપને સલામતીના ધોરણોને ધ્યાનમાં રાખીને અત્યંત કાળજી સાથે ડિઝાઇન કરવામાં આવી છે. એપમાં પેનિક બટન સિસ્ટમ પણ છે જે કાર અકસ્માતના કિસ્સામાં સક્રિય થઈ શકે છે, અથવા અન્ય કોઈપણ પ્રકારના જોખમમાં તેનો ઉપયોગ કરી શકાશે.”

તેમણે જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ મોટર વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા પ્લાનિંગ બોર્ડ, લીગલ મેટ્રોલોજી, ટ્રાન્સપોર્ટ, IT અને પોલીસ વિભાગના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે. ભારતીય ટેલિફોન ઇન્ડસ્ટ્રી આ પ્રોજેક્ટ માટે ટેકનિકલ સહાય પૂરી પાડી છે.” નવી સેવા અહીંના કનાક્કુન્નુ પેલેસ ખાતે મલયાલમ મહિનાના ચિંગમની શરૂઆત નિમિત્તે એક કાર્યક્રમમાં શરૂ કરવામાં આવશે, જે 17 ઓગસ્ટે આવે છે.