ખેડામાં રૂ. 9114.18 લાખના કુલ 80 વિકાસ કામોનું મુખ્યમંત્રી ખાતમુર્હૂત અને લોકાર્પણ કરાશે
અમદાવાદઃ બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લાના નડિયાદ અને ઠાસરા એમ બે સ્થળોએ મુલાકાત લઇ જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા કુલ રૂા. 9114.18 લાખના 73 કામોનું ખાતમુર્હૂત અને 8 કામોનુ લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નડિયાદમાં સવારે રૂા. 1407.41 લાખના ખર્ચે બનેલ નવ નિર્મિત ખેડા જિલ્લા પંચાયત ભવન, રૂા.3 કરોડના ખર્ચે રીસફેંસીગ ઓફ નડિયાદ બાયપાસ રોડ (રોડ ફર્નિચર તથા મીસે. વકસ), માતર ખાતે 20 મીટર ઉંચી ટાંકી તથા કનેકટીંગ પાઇપલાઇન, મહેલજ-ત્રાજ-અલીન્દ્રા- વસો રોડનું લોકાર્પણ કરશે.
તેમજ રૂા. 14 લાખના ખર્ચે સી.ડી.પી. પંચાયતઘર (મહોળેલ ), રૂા. 14 લાખના ખર્ચે સી.ડી.પી.પંચાયતઘર (અરેરા ), રૂા.75 લાખના ખર્ચે તૈયાર થતા રિસરફેસિંગ ઓફ હૈજરાબાદ એપ્રોચ રોડ તથા રૂા. 20 લાખના ખર્ચે તૈયાર થયેલ રીસરફેસિંગ ઓફ ઝારોલા એપ્રોચ રોડ એમ કુલ રૂા 123 લાખના ખર્ચે તૈયાર થયેલ કામોનુ ખાતમુર્હૂત નડિયાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે થશે.
આ ઉપરાંત ઠાસરા તાલુકામાં કુલ 6282.70 લાખના કુલ 72 વિકાસ કામોનુ લોકાર્પણ તથા ખાતમુર્હૂત મુખ્યમંત્રીનાં હસ્તે થશે.