ભુજ : શરદ ઋતુમાં દેશ-વિદેશથી સેંકડો પ્રકારના પ્રવાસી પક્ષીઓ કચ્છ અને કચ્છના નાના રણમાં પોતાની જિંદગીનો નિત્ય પ્રવાસ ખેડે છે. દેશ-વિદેશી પ્રવાસીઓની જેમ વિદેશી પક્ષીઓને પણ કચ્છ ગમી ગયું છે.ત્યારે ભારતના પક્ષીઓમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું એવું લાલ ડોક સારસની એક જોડી જે અંદાજે 40 વર્ષો બાદ જોવા મળ્યું છે. જે કચ્છના ગામ ખાંડેક તાલુકા રાપરના હિંમતભાઈ ગોરના ખેતરે બનાવેલા પાણીના મોટા બંધારામાં ઊગેલા ઊંચા ઘાસમાં માળો બનાવીને ઈંડું મુક્યું હતું. તેમ પક્ષિવિદે જણાવ્યું હતું.
ભુજના પક્ષીપ્રેમી નવીન બાપટ તથા મુંબઈ સ્થિત કચ્છી મહિલા ઉદ્યોગપતિ ચંદ્રિકાબેન મીરાણીની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, કચ્છમાં દુર્લભ તથા ભારતમાં અન્ય સ્થળોએ નહીં જોયેલા ચાર પ્રકારના પક્ષીઓ જોવા મળ્યા છે. કચ્છમાં રણ ચંડુલ, કાળા ડોક ઢોંક, ઈડિયર ક્રબ રોબિન, સફેદ મુરધાબી બતક જે તેઓને ભુજ-હોડકો-ભુજના હાઈવે પર અને વેકરિયાના રણમાં દેખાયા હતા. જેમાંથી સફેદ મુરધાબી બતક કચ્છમાં અંદાજે ત્રીસ વર્ષ બાદ ફરી દેખાઈ હતી. ભારતનું પક્ષીઓમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું એવું લાલ ડોક સારસની એક જોડી જે અંદાજે 40 વર્ષો બાદ કચ્છના ગામ ખાંડેક તાલુકા રાપરના હિંમતભાઈ ગોરના ખેતરે બનાવેલા પાણીના મોટા બંધારામાં ઊગેલા ઊંચા ઘાસમાં માળો બનાવીને ઈંડું મુક્યું હતું. એક પુખ્ત મરઘીના કદ જેઠલી ઊંચાઈ ધરાવતું નવજાત બચ્ચું મા-બાપની સાથે આ ખેતરમાં હરતું ફરતું જોવા મળે છે. ખાંડેકના સરપંચ તથા રહેવાસીઓ આ પક્ષીને કોઈ ખલેલ ન પહોંચે તે માટે સંપૂર્ણ જાગૃત છે.