1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં 12 કિલો ચરસ સાથે બે આરોપીને પોલીસે દબોચી લીધા, ત્રણ હજુ ફરાર
કચ્છમાં 12 કિલો ચરસ સાથે બે આરોપીને પોલીસે દબોચી લીધા, ત્રણ હજુ ફરાર

કચ્છમાં 12 કિલો ચરસ સાથે બે આરોપીને પોલીસે દબોચી લીધા, ત્રણ હજુ ફરાર

0
Social Share

ભુજ  : અબડાસા અને લખપત સહિતના નિર્જન સાગરકાંઠે મધદરિયેથી તણાઇ આવતા ચરસના પેકેટ હસ્તગત કરાયા બાદ તેની ગેરકાયદે વેચવાના પ્રયાસોને પોલીસે નાકામિયાબ બનાવી દીદા હતા આ ઘટનામાં બાર કિલો અને 150 ગ્રામ ચરસ સાથે અબડાસાના સુથરી ગામના મુસ્તાક અલીમામદ સુમરા અને ભાચુંડા વાડી વિસ્તારના મામદ હુશેન સમાની ધરપકડ કરાઇ છે. જયારે મુખ્ય સપ્લાયર સહિતના અન્ય ત્રણ તહોમતદારો હજુ પોલીસના  હાથમાં આવ્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભુજમાં પહેલા એરપોર્ટ રીંગરોડ ખારીનદી ચાર રસ્તા નજીક દરોડો પાડી મામદ હુશેન સમાને રૂા. 7,27,500ની કિંમતના ચાર કિલો અને 850 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી પાડયો હતો. આ પછી આ ઇસમ પાસેથી મળેલી કડીઓના આધારે સુથરી ધસી જઇને મુસ્તાક અલીમામદ સુમરાને રૂા. 10.95 લાખની કિંમતના  સાત કિલો 300 ગ્રામ ચરસના જથ્થા સાથે દબોચી લેવાયો હતો.

પોલીસના સૂત્રોના કહેવા મુજબ પકડાયેલા બન્ને આરોપીની પૂછતાછમાં એવી વિગતો બહાર આવી છે કે સુથરી ગામના વિજય સીધીક કોળી પાસેથી આ સમગ્ર જથ્થો આવ્યો હતો.  આ હેરાફેરીમાં સુથરીના કાસમ અલીમામદ સુમરા અને આમદ ઉર્ફે અધાયો ઉર્ફે ફન્ટી સીધીક મંધરાની પણ ભૂમિકા હતી. એસ.ઓ.જી. દ્વારા પકડાયેલા બે ઇસમ અને ન પકડાયેલા ત્રણ જણ સહિત તમામ પાંચ આરોપી સામે ભુજ એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.આ સમગ્ર પ્રકરણમાં રૂા. 18,22,500ની કિંમતનો બાર કિલો અને 150 ગ્રામ ચરસ ઉપરાંત રૂા. 25 હજારની મોટર સાઇકલ, રૂા. 2500ના બે મોબાઇલ ફોન અને રોકડા રૂા. 210 મળી કુલ્લ રૂા. 18,50,210ની માલમતા કબ્જે કરાઇ હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ધરપકડ કરાયેલા બન્ને આરોપીની સઘન પૂછતાછ ચાલી રહી છે. તેમની પાસેથી કડીબદ્ધ વિગતો મેળવાઇ રહી છે. આરોપીના  રિમાન્ડ મેળવવા માટેની તજવીજ પણ હાથ ધરાઇ છે. આરોપીઓ પૈકીના મુસ્તાક સુમરા, કાસમ સુમરા અને આમદ ઉર્ફે અધાયો સામે જખૌ પોલીસ મથકમાં અગાઉ ચોરી સબંધી ત્રણ ગુના અને વાયોર પોલીસમાં એક ગુનો નોંધાઇ ચૂકયા છે. આ પ્રકરણમાં ચરસના જથ્થાની ડિલિવરી વિજય કોળી અને તેના મારફતે કાસમ સુમરા અને આમદ ઉર્ફે અધાયા દ્વારા થઇ  હતી.અને આ ત્રણેય આરોપી હજુ હાથમાં આવ્યા નથી. તેઓ પકડાયા બાદ વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે. હાલતુરત ચરસનો જથ્થો સાગરકાંઠે તણાઇ આવ્યા બાદ બિનવારસુ મળ્યા પછી રૂપિયા કમાઇ લેવાનો કારસો હોવાનું અનુમાન તપાસનીશો કરી રહયા છે.

આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ પકડાઇ ચૂકી હોવાથી પોલીસે આ બાબતને કેન્દ્રમાં રાખી આગળના કાયદાકીય પગલા જારી રાખ્યા છે.પોલીસદળની સરહદ રેન્જના વડા મહાનિરિક્ષક જે.આર. મોથાલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન સુચના તળે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ મદનાસિંહ લાલુભા જાડેજાને મળેલી બાતમીના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ક્રાઇમ અગેઇન્સ વુમન સેલ ભુજના ઇન્સ્પેકટર પી.એમ. ચૌધરી, ઓપરેશન ગ્રુપના કાર્યકારી ઇન્સ્પેકટર એ.આર. ઝાલા અને તેમના સ્ટાફના ઘનશ્યામાસિંહ જાડેજા, વિજયાસિંહ યાદવ, મદનાસિંહ જાડેજા, અશ્વિન સોલંકી, ચેતનાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ ઝાલા, સુનિલ પરમાર, રઝાક સોતા, ગોપાલ ગઢવી, ધર્મેન્દ્રાસિંહ ગોહિલ, મહિપતાસિંહ સોલંકી વગેરે જોડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code