Site icon Revoi.in

લખતરમાં આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓએ પગાર વધારવાની માગ સાથે રેલી કાઢી

Social Share

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આશા વર્કર અને આંગણવાડીના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારવાની માગણી કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો દ્વારા આરસીડીએસ ઓફિસ તાલુકા પંચાયત ખાતેથી રેલી યોજીને  મામલતદારને આવેદન આપી પગાર વધારાની માગ કરવામાં આવી હતી.

લખતરમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા રેલી યોજીને મામલતદારને આવેદન પાઠવામાં આવ્યું હતું. જેમાં માનદ વેતનમાં કામ કરતા આંગણવાડી તથા આશા વર્કર બહેનો દ્વારા પગાર વધારવા માટે ઉગ્ર માગ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી તથા આશા વર્કર બહેનો હાજર રહ્યાં હતા. આ અંગે લખતર તાલુકાની વણા આંગણવાડી નં-2ના વર્કર દીપિકાબેને જણાવ્યું હતું કે, અમારી સરકાર પાસે એટલી માંગણી છે કે, અમને 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂ.નો વધારો કરવામાં આવ્યો નથી. તો સરકાર પાસે અમારી એટલી માંગણી છે કે, અમને માનદ વેતનમાંથી દૂર કરી કાયમી કરે અને અમારો પગાર વધારો કરે. તેમજ અમને જે મોબાઈલ આપેલા છે, એ મોબાઈલ બિલકુલ કામ કરતા નથી, અગાઉ અમને મોબાઈલ માટે માંગણી કરી હતી એ પણ પુરી કરી નથી. 58 વર્ષે અમને રીટાયર કરવામાં આવે છે, એના બદલે અમને 60 વર્ષે રીટાયર કરવામાં આવે. તેમજ અમને પ્રમોશનની વય મર્યાદામાં વધારો કરવામાં આવે અને દરેક બહેનોને પ્રમોશન આપવામાં આવે એટલી માગણી કરવામાં આવી છે.