બલજીત કૌર એક મહિના કરતાં ઓછા સમયમાં 8000 મીટરની ઉંચાઈ વાળા ચાર પર્વત સર કરનાર પ્રથમ ભારતીય બની
- બલજીત કૌરનાન નામે મોટી સિદ્ધી
- 8 હજારની ઊંચાઈ વાળા 4 પરક્વત સર કરનાર પહેલી ભારતીય બની
દિલ્હીઃ- વિશ્વના ચોથા સૌથી ઊંચા પર્વત માઉન્ટ લ્હોત્સેને પર સફળતાપૂર્વક સર કર્યા બાદ બલજીત કૌર એક મહિના કરતાં ઓછા સમયમાં 8,000 મીટરની ઊંચાઈ સાથે ચાર પર્વતની ટોંચ સર કરનાર પ્રથમ ભારતીય પર્વતારોહક બની છે.બલજીતની ચારે તરફ પ્રસંશાઓ થી રહી છે.
જાણકા્રી પ્રમાણે પીક પ્રમોશન પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર પાસાંગ શેરપાએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશની 27 વર્ષીય પર્વતારોહક કૌરે રવિવારે લ્હોત્સે પર્વત સર કર્યો હતો. તેણે કહ્યું કે તે એક સિઝનમાં આઠ હજાર મીટરના ચાર શિખરો સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બની છે.
બલજીત કૌરે તેના માર્ગદર્શક મિંગમા શેરપા સાથે વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર સફળતાપૂર્વક સર કર્યું. પાસાંગ શેરપાએ કહ્યું કે આ વસંતઋતુમાં કૌરની આ ચોથી સફળ ચઢાણ હતી.જેણે આ કાર્ય સફળતા પૂર્વક પાર પાડ્યું છે.
બલજીત અને મિંગમાએ પહેલીવાર 28 એપ્રિલે માઉન્ટ અન્નપૂર્ણા કે જે 8091 મીટર, 12 મેના રોજ માઉન્ટ કંગચેનજંગા કે જે 8,586 મીટર અને 21 મેના રોજ માઉન્ટ એવરેસ્ટ 8,849 મીટર સર કર્યો હતો અને મોટી ઉપલદ્ધી હાંસલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના સોલનના મામલેગ ગામની દીકરી બલજીત કૌરે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો છે. બલજીત 21 મે શનિવારના રોજ સવારે 4.30 કલાકે એવરેસ્ટ પર પહોંચ્યા અને વિશ્વના સૌથી ઊંચા શિખરનું શિખર હાંસલ કર્યું.