Site icon Revoi.in

M S યુનિવર્સિટીમાં NEPનો અમલ મોકૂફ રાખી એટીકેટીની પરીક્ષા લેવા માગ

Social Share

વડોદરાઃ પ્રતિષ્ઠિત ગણાતા એમ એસ યુનિવર્સિટીમાં ન્યુ એજ્યુકેશન પોલીસીનો અમલ આ વર્ષે મોકૂફ રાખીને આવતા વર્ષે કરવામાં આવે તેમજ એટીક્ટીના વિદ્યાર્થીઓની ત્વરિત પરીક્ષા લેવામાં આવે એવી માગ ઊઠી હતી. જો કે વિદ્યાર્થીઓની રજુઆતને પગલે યુનિના સત્તાધિશોએ નમતું જોખ્યુ હતું. અને 8મી ઓક્ટોબરથી પોર્ટલ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાદરાની એસ એસ .યુનિવર્સિટીમાં એનઇપીનો નિયમ આગામી વર્ષે લાગુ કરવા માંગ કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓનું વર્ષના બગડે તે માટે એટીકેટીની પરીક્ષા લેવા રજૂઆત મળતા યુનિના સત્તાધીશો દ્વારા 8મી તારીખથી પોર્ટલ ખોલવાનો નિર્ણય કરાયો છે. યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા હેડ ઓફીસ ખાતે રજૂઆતો કરી હતી.તેથી કોમર્સ ફેકલ્ટીના એફ.આર નિખિલ સોલંકી, આર્ટસ ફેકલ્ટીના એએસયુ ગ્રુપના પ્રિન્સ રાજપૂત અને બીવીએમ ગ્રુપના વિનય સોલંકી દ્વારા રજીસ્ટ્રારને રજૂઆત કરવામાં હતી કે નવી એજયુકેશન પોલીસીનો નવો નિયમ આ વર્ષે લાગુ પાડવામાં ના આવે અને વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષા લઈ લેવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનું એક વર્ષ ના બગડે. આથી યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા એટીકેટીની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એમ એસ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં અંદાજે 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમની એટીકેટીની પરીક્ષા લેવાઇ નથી. જેના કારણે આ વિદ્યાર્થીઓને એસવાયમાં પ્રવેશ મળશે નહિ. વિદ્યાર્થીઓની રજૂઆતોના પગલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા એટીકેટીની પરીક્ષા માટે પોર્ટલ ખોલવા માટેની જાહેરાત કરી હતી. 8મી ઓક્ટોબરથી સત્તાધીશો દ્વારા પોર્ટલ ખોલીને પરીક્ષા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે. ન્યુ એજયુકેશન પોલીસીના નિયમ પ્રમાણે પરીક્ષાનું પરિણામ જાહેર થયાના 15 દિવસ બાદ એટીકેટીની પરીક્ષા લેવાની હોય છે. પંરતુ કોમર્સ ફેકલ્ટી અને આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓની સમયસર પરીક્ષા લેવામાં આવી ના હોવાથી વિદ્યાર્થીઓ અટવાય ગયા હતા.