નવી દિલ્હીઃ દેશમાં ઉનાળો વધારે આકરો બની રહ્યો છે, બીજી તરફ લોકો ગરમીથી બચવા માટે નવી-નવી તરકીલો અજમાવી રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશના એક હોમિયોપેથી તબીબે પોતાની કારને ઠંડી રાખવા માટે દેશી જુગાડ અપનાવ્યો છે. તબીબે મોટરકારને છાણનો લેપ લગાવીને કારને ઠંડી રાખવાનો માર્ગ અપનાવ્યો છે.
મખ્યપ્રદેશના સાગર જિલ્લામાં રહેતા સુશીલ સાગર વ્યવસાયે તબીબ છે, સુશીલ સાગરે ભીષણ ગરમીથી બચવા માટે પોતાની કારની બોડી ઉપર છાણનો લેપ લગાવ્યો છે. તબીબની કાર હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. બીજી તરફ તબીબના આ દેશી જુગારના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. તેમજ લોકો વિવિધ કોમેન્ટ કરી રહ્યાં છે.
તબીબ સુશીલ સાગરે જણાવ્યું હતું કે, ગાયનું છાણ ઉષ્મારોધી હોય છે, જે બહારની ગરમીને કારની અંદર આવવા દેતી નથી. ગરમીમાં સામાન્ય રીતે કારની બોડી અને કેબિન ગરમ થઈ જાય છે, પરંતુ ગાયનું છાણ ગરમીને શોષિ લે છે. છાણ લગાવવાથી કારની બોર્ડી ગરમ થતી નથી. એટલું જ નહીં જે લોકોને એસીની એલર્જી હોય તેમના માટે આ કારમાં પ્રવાસ કરવો ફાયદાકારક રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીને કારણે જનજીવનને પણ અસર થઈ રહી છે. બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા વરસે છે. જેથી લૂ લાગવા સહિતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર પણ ગરમીથી બચવા માટે જરુરી સુચના કર્યાં છે.