Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં ડો. મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે ડો. મોહન યાદવે શપથ ગ્રહણ કર્યાં હતા. ભોપાલના મોતીલાલ ભૈરવ સ્ટેડિયમમાં શપથવિધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. નવા મુખ્યમંત્રી ડો. મોહન યાદવે રાજ્યપાલજીએ શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તરીકે જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુકલાએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમાહોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મુખ્યમંત્રી ડો. મોહન યાદવ તથા બંને નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુકલાને શુભકામના પાઠવી હતી. શપથવિધી સમારોહમાં મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યાં હતા. મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં ડો.મોહન યાદવ સરકારના કેબિનેટ મંત્રીમંડળની રચના કરવામાં આવશે.

મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયેલા શપથવિધી સમાહોરમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં સવારથી જ ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ હવાઈ માર્ગે ભોપાલ આવ્યા હતા. પીએમ મોદી શપથવિધી સમારોહમાં પહોંચ્યાં ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોએ મોદી… મોદીના નારા લગાવ્યાં હતા.

મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 230 બેઠકો પૈકી 160થી વધારે બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજ્ય થયો છે. આ વિધાનસભાની ચૂંટણીમાં સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા વિના ભાજપ દ્વારા પીએમ મોદીના ચહેરા ઉપર ચૂંટણી લડવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી બાદ નવા સીએમની પસંદગીને લઈને ભાજપ હાઈકમાન્ડ દ્વારા લંબાણપૂર્વકની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંતે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી તથા લાંબા આયોજનને ધ્યાનમાં રાખીને ડો. મોહન યાદવની સીએમ તરીકે પસંદગી કરવામાં આવી હતી.