મધ્યપ્રદેશમાં હવે ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલથી સરકારી કચેરીઓમાં થશે સફાઈ
ભોપાલઃ મધ્યપ્રદેશમાં સરકારી કચેરીઓમાં હવે કેમિકલ યુક્ત ફિનાઈલનો સફાઈ માટે ઉપયોગ કરવામાં નહીં આવે. સરકારે તમામ સરકારી કચેરીઓમાં ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલનો ઉપયોગ કરવા માટે આદેશ કર્યો છે. રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે. જેથી હવે તમામ સરકારી કચેરીમાં હવે ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલનો ઉપયોગ કરવામાં આવશે.
મધ્યપ્રદેશ સરકારે તમામ સરકારી કચેરીઓમાં સફાઈ માટે ગૌ મૂત્રથી બનેલુ ફિનાઈલ જ વાપરવાનો આદેશ કર્યો છે. સરકારના આદેશના પગલે અધિકારીઓ-કર્મચારીઓમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. સરકારના પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે, ગ મૂત્ર ફિનાઈલની ફેક્ટરીઓ લગાવવા માટે લોકોને પ્રોત્સાહન મળશે.સામાન્ય રીતે પશુપાલકો ગાયો દૂધ આપવાનુ બંધ કરી દે તે પછી તેને રસ્તા પર છોડી દેતા હોય છે પણ આ નિર્ણયના કારણે ગૌ મૂત્રથી બનતા ફિનાઈલનુ પ્રોડક્શન વધારવા માટે આવી ગાયોને રસ્તા પર છોડતા પહેલા વિચાર કરશે અને ગાયોની સ્થિતિ વધારે બહેતર બનશે.