1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશમાં જનસંપર્ક વિભાગની મદદ લેવા તથા સરકારી યોજનાઓની માહિતી Koo એપ પર મળશે
મધ્યપ્રદેશમાં જનસંપર્ક વિભાગની મદદ લેવા તથા સરકારી યોજનાઓની માહિતી Koo એપ પર મળશે

મધ્યપ્રદેશમાં જનસંપર્ક વિભાગની મદદ લેવા તથા સરકારી યોજનાઓની માહિતી Koo એપ પર મળશે

0
Social Share
  • મધ્યપ્રદેશ સરકારની મોટી પહેલ
  • હવે Koo એપ પર મળશે સરકારી યોજનાઓની માહિતી
  • જનસંપર્ક વિભાગે સતાવર હેન્ડલ પર કરી પોસ્ટ

દિલ્હી: ટ્વિટર અને સરકાર વચ્ચે વિવાદ થતા મધ્યપ્રદેશની સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ સરકારની તમામ યોજનાઓ વિશે સૌથી ઝડપી જાણવા માટે Koo પર તેમના સત્તાવાર હેન્ડલ @JansamparkMPને પણ ફોલો કરી શકાશે. જો કે દેશી માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Koo એપ્લિકેશન વધુને વધુ લોકપ્રિય બની રહી છે અને લોકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે હવે ઘણી રાજ્ય સરકારો અને રાજ્યના નેતાઓ પણ વધુને વધુ આ મંચ પર જોડાઈ રહ્યા છે.

તાજેતરમાં મધ્યપ્રદેશનો જનસંપર્ક વિભાગ પણ આ પ્લેટફોર્મ સાથે જોડાયો છે અને હવે આ પ્લેટફોર્મ દ્વારા લોકોને સરકારી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મળશે. જનસંપર્ક વિભાગે તેના Koo એપ પરના @JansamparkMP ના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરીને આની જાહેરાત કરી અને કહ્યું કે હવે Koo પર શાસન-વહીવટ સંબંધિત તમામ જરૂરી માહિતી નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, લોકસભા સાંસદ નકુલ નાથ પહેલાથી જ આ એપ પર ખૂબ જ સક્રિય છે અને આ એપ દ્વારા તમામ અપડેટ્સ શેર કરતા રહે છે. Koo એપ્લિકેશન આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. તમે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરીને આ એપમાં એકાઉન્ટ બનાવી શકો છો. આ સિવાય તમે ઘણી ભારતીય ભાષાઓમાં આ એપનો ઉપયોગ કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code